• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • On December 14, The Special Combination Of The Five Planets On Somavati Amavasya, On This Day, Donations And Worship Will Yield Eternal Fruit

પર્વ:14 ડિસેમ્બરે સોમવતી અમાસ સાથે પાંચ ગ્રહનો વિશેષ સંયોગ, આ દિવસે દાન અને પૂજાથી અનંત ફળ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારતક મહિનાની સોમવતી અમાસના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થશે

14 ડિસેમ્બરે પંચગ્રહી યોગમાં સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે. એ પછી સૂર્ય પોતાની રાશિ પણ બદલશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, સોમવતી અમાસના દિવસે વૃશ્ચિક રાશિમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ રહેશે. ગ્રહોના આ વિશેષ સંયોગમાં કરવામાં આવતું સ્નાન, દાન અને પૂજા-પાઠનું વિશેષ ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે પિતૃઓની સંતુષ્ટિ માટે વિશેષ પૂજા અને તર્પણ કરવું જોઇએ.

પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, અમાસના દિવસે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં સ્થિત હોય છે. આ તિથિને ગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે અનુષ્ઠાનનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. કારતક મહિનાની અમાસના દિવસે તીર્થ સ્નાન અને દાન સાથે જ શંખથી ભગવાન કૃષ્ણનો અભિષેક અને તેમની વિશેષ પૂજા કરવી જોઇએ. શાસ્ત્રોમાં તેને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રતની પણ સંજ્ઞા આપવામાં આવી છે. અશ્વત્થ એટલે પીપળાનું ઝાડ. આ દિવસે પરિણીત મહિલાઓ દ્વારા પીપળાના વૃક્ષની દૂધ, જળ, ફૂલ અને ચંદનથી પૂજા કરી વૃક્ષની ચારેબાજુ સૂતરનો દોરો લપેટીને પરિક્રમા કરવાનું વિધાન છે.

ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં, સૂતક પણ લાગશે નહીં
14 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ સ્વરૂપમાં આ વર્ષનું છેલ્લું ગ્રહણ પણ રહેશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે, જે ભારતમાં જોવા મળશે નહીં. એને કારણે એનો પ્રભાવ ન હોવાથી સૂતકકાળ પણ રહેશે નહીં. આ ગ્રહણ આફ્રિકાના દક્ષિણ ભાગ, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક અને હિંદ મહાસાગર અને એટલાન્ટિક ક્ષેત્રમાં પ્રભાવી રહેશે. આ વર્ષે કુલ 6 ગ્રહણ હતાં, 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ.

સૌભાગ્ય અને સમૃદ્ધિનું પર્વ
આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ કામના માટે વ્રતનું વિધાન છે, સાથે જ આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલાં વ્રત-પૂજનથી આરોગ્ય, સમૃદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીઓના મત અનુસાર, લગ્નમાં મોડું થઇ રહ્યું હોય અથવા લગ્નમાં વિઘ્ન આવી રહ્યાં હોય તો આ વ્રત કરવું જોઇએ. આ દિવસે મૌન રહેવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે.

આ દિવસે કરવામાં આવતાં દાનનું અનંત પુણ્ય ફળ મળે છે
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ વૃશ્ચિક રાશિમાં હોવાથી આ વખતે સોમવતી અમાસના રોજ કરવામાં આવતાં દાનનું અનંત પુણ્ય પ્રાપ્ત થશે. આ અમાસના દિવસે પોતાના પિતૃઓને નિમિત્ત તેમને સદગતિ પ્રાપ્તિ માટે ઘરમાં પિતૃદોષની શાંતિ માટે પોતાની શક્તિ અને સામર્થ્ય પ્રમાણે પીપળો, વડ, તુલસી અને આંબાના છોડ વાવવા જોઇએ. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઊનનાં કપડાંનું પણ દાન કરવાથી દાનનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.