તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજા-પાઠ:અખાત્રીજે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીનો પણ અભિષેક કરો, આ દિવસે દેવીને અત્તર ચઢાવવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે અક્ષય તૃતીયા, મહાલક્ષ્મી પૂજામાં ૐ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરો

શુક્રવાર, 14 મેના રોજ અક્ષય તૃતીયા છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવાની કામનાથી વિષ્ણુજી સાથે જ લક્ષ્મીજીની પણ પૂજા કરવી જોઇએ. લક્ષ્મી પૂજાની સરળ વિધિ જાણો...

શ્રીલક્ષ્મી પૂજાની સરળ વિધિઃ-

અખાત્રીજે સ્નાન બાદ ઘરના મંદિરમાં જ લક્ષ્મી પૂજનની વ્યવસ્થા કરો. પૂજા શરૂ કરતાં પહેલાં ગણેશજીનું પૂજન કરો. ભગવાન ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ અને ચોખા ચઢાવો.

ગણેશજી બાદ દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ કરો. માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની ચાંદી, પારદ અથવા સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકો છો.

દેવી-દેવતાઓની મૂર્તિ પૂજાઘરમાં સ્થાપિત કરો. મૂર્તિમાં માતા લક્ષ્મીનું આવાહન કરો. આવાહન એટલે માતા લક્ષ્મીને આમંત્રિત કરો. લક્ષ્મીજીને પોતાના ઘરે બોલાવો.

માતા લક્ષ્મીને પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન આપો. એટલે આસન આપો. આ બધું ભાવનાત્મક રીતે કરવું જોઇએ. માતા લક્ષ્મીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી પછી પંચામૃતથી અને ફરી જળથી કરાવવું જોઇએ.

માતા લક્ષ્મીને વસ્ત્ર અર્પણ કરો. વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. ફૂલની માળા પહેરાવો. સુગંધિત અત્તર અર્પણ કરો. પ્રસાદ ચઢાવો. કંકુથી તિલક કરો. ધૂપ અને દીપ પ્રગટાવો. માતા લક્ષ્મીને ગુલાબ અને કમળના ફૂલ વિશેષ પ્રિય છે. આ ફૂલ ચઢાવો. ચોખા અર્પણ કરો. ઘી અથવા તેલનો દીવો પ્રગટાવો. આરતી કરો. પરિક્રમા કરો. મહાલક્ષ્મી પૂજામાં ૐ મહાલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરો.