ચંદ્ર પૂજાનો શુભયોગ:28 જૂને હલહારિણી અમાસ; નદીમાં સ્નાન કરી શકો નહીં તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે અષાઢ મહિનાની અમાસ બે દિવસ રહેશે. મંગળવાર, 28 જૂનના રોજ હલહારિણી અમાસ છે અને 29 જૂને પણ અમાસ રહેશે. અમાસના દિવસે નવ ગ્રહોમાંથી એક ચંદ્ર દેવની ખાસ પૂજા કરવાની પરંપરા છે. ચંદ્રને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ યોગ્ય હોતી નથી, તેમને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. ચંદ્ર દેવ માટે અમાસના દિવસે ખાસ પૂજા કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચંદ્ર દેખાઈ દેતો નથી, આ દિવસે ચંદ્ર દેવની પ્રતિમાની ખાસ પૂજા કરવી જોઈએ. ચંદ્ર દેવનો જળ અને દૂધથી અભિષેક કરો. પૂજન સામગ્રી ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ૐ સોં સોમાય નમઃ મંત્રનો જાપ કરો.

અમાસના દિવસે સવાર-સવારમાં નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું
અમાસના દિવસે સવાર-સવારમાં નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું

અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ
અમાસ તિથિને પણ એક પર્વ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને તીર્થ દર્શનનું ખાસ મહત્ત્વ છે.
સવાર-સવારમાં નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું. દાન-પુણ્ય આપવું. આ માન્યતાના કારણે દેશભરની બધી પવિત્ર નદીઓ અને તીર્થોમાં અમાસના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે.

અમાસના દિવસે ઘરે આ રીતે સ્નાન કરી શકો છો

  • આ પર્વમાં જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરી શકે નહીં, તેમણે પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને ઘરમાં જ સ્નાન કરી લેવું જોઈએ. આ દરમિયાન બધી પવિત્ર નદીઓ જેમ કે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, અલકનંદા, નર્મદાનું ધ્યાન કરવું જોઈએ.
  • સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરવું અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. તે પછી ઘરના મંદિરમાં પોતાના આરાધ્ય દેવની ખાસ પૂજા કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી, ધન અને અનાજનું દાન કરો.
  • અમાસના દિવસે બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. તેના માટે સળગતા છાણા ઉપર ગોળ-ઘી અર્પણ કરો અને પિતૃઓનું ધ્યાન કરો.