તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:10 જૂનના રોજ શનિ જયંતી, અમાસના દિવસે સવારે ગણેશ પૂજન કર્યા બાદ શનિ મંત્રનો જાપ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશાખ મહિનાની અમાસ તિથિએ શનિ જયંતિ ઊજવાય છે

ગુરુવાર, 10 જૂનના રોજ શનિ જયંતિ છે. હિંદુ પંચાંગ પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ તિથિએ શનિ જયંતિ ઊજવવામાં આવે છે. આ દિવસે જે શનિદેવ માટે વ્રત રાખવામાં આવે છે અને વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. તેલનું દાન કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શનિ જયંતિએ શનિદેવ પહેલાં ગણેશજીની પૂજા કરો. ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે. દરેક પૂજા શરૂ કરતાં પહેલાં ગણેશજીનું ધ્યાન કરવું જરૂરી છે.

શનિદેવની પૂજન વિધિઃ-
શનિ જયંતિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા બાદ પોતાના ઇષ્ટદેવ, ગુરુ અને માતા-પિતાના આશીર્વાદ લેવાં. સૂર્ય અને અન્ય ગ્રહોને પ્રણામ કરીને શ્રીગણેશ ભગવાનનું પંચોપચાર દ્વારા પૂજન કરવું. ગણેશજીને સ્નાન કરાવો, વસ્ત્ર, ચંદન, ફૂલ અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો. ત્યાર બાદ લોખંડનો એક કળશ લેવો અને તેમાં સરસિયા કે તલનું તેલ ભરીને શનિદેવની લોખંડની મૂર્તિ તેની અંદર સ્થાપિત કરો. તે કળશને કાળા ધાબળાથી ઢાંકી દો. આ કળશને શનિદેવનું સ્વરૂપ માનીને આહવાન, સ્થાન, સ્નાન, વસ્ત્ર, ચંદન, ચોખા, ફૂલ, ધૂપ-દીપ, જનોઈ, નેવેદ્ય, આચમન, પાન, દક્ષિણા, શ્રીફળ, અર્પણ કરીને પૂજન કરો.

આ મંત્રનો જાપ કરવો- ऊँ शं नो देवीरभिष्ट्य आपो भवन्तु पीतये। शं योरभि स्त्रवन्तु न:॥

ૐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકાય છે. પૂજામાં વાદળી ફૂલ, ચોખા-મગની ખીચડી અર્પણ કરો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો.

પૂજા બાદ બધાને પ્રસાદ વહેંચો. છેલ્લે બધી જ પૂજન સામગ્રી કોઇ બ્રાહ્મણને દાન કરો