તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી મનને શાંતિ મળતી નથી અને વાસ્તુદોષ પણ વધી શકે છે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં તૂટેલી પ્રતિમાઓ રાખવાથી પૂજાનું પૂર્ણ ફળ મળી શકતું નથી

ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ઘરમાં તૂટેલી કે અંડિત પ્રતિમાઓ રાખવાથી બચવું જોઇએ. તૂટેલી મૂર્તિઓથી નેગેટિવિટી વધે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે પૂજા કરતી સમયે ભગવાનની મૂર્તિઓ સામે ધ્યાન કરવાથી વ્યક્તિનો તણાવ દૂર થાય છે. પરંતુ જો મૂર્તિ ખંડિત હોય તો ધ્યાન કરવામાં સમસ્યાઓ આવી શકે છે.

ખંડિત મૂર્તિઓની પૂજા કરવાથી પૂર્ણ ફળ મળી શકતું નથીઃ-
ખંડિત મૂર્તિની પૂજા કરવાથી પૂજાનું પુણ્ય મળી શકતું નથી. મનને શાંતિ મળતી નથી. વાસ્તુ માન્યતા પ્રમાણે તૂટેલી મૂર્તિઓથી ઘરમાં નેગેટિવિટી વધે છે. પૂજા કરતી સમયે દેવી-દેવતાઓની મૂર્તિઓ તરફ ધ્યાન કરવાથી તણાવ દૂર થાય છે, પરંતુ મૂર્તિ જો ખંડિત હોય તો ધ્યાન કરી શકાતું નથી. એકાગ્રતા જળવાઇ શકતી નથી. મન અશાંત રહે છે. વ્યક્તિની દૃષ્ટિ મૂર્તિના તૂટેલાં ભાગ પર જ જાય છે, વ્યક્તિનું મન ભટકે છે અને પૂજામાં ધ્યાન રહેતું નથી.

શિવલિંગ ખંડિત મનાતું નથીઃ-
શિવપુરાણ પ્રમાણે શિવલિંગને નિરાકાર માનવામાં આવે છે. ખંડિત શિવલિંગ પણ પૂજનીય છે. આવા શિવલિંગની પૂજા કરી શકાય છે. શિવલિંગ સિવાય અન્ય બધા દેવી-દેવતાઓની મૂર્તિઓ ખંડિત અવસ્થામા પૂજનીય માનવામાં આવતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો