ગુરુવારે માગશર વદ સાતમ તિથિ રહેશે:આ દિવસે સૂર્યદેવને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માગશર મહિનામાં સૂર્યપૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. ગ્રંથો પ્રમાણે આ મહિને સૂર્યને ભગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. ગુરુવારે સાતમ તિથિ હોવાથી વહેલી સવારે સૂર્યપૂજા કરવાનું વિધાન છે. માગશર મહિનામાં સૂર્યદેવની પૂજા કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.

ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું
પૂજા વિધિઃ સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધજળ ભરી લો. સાથે જ લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા અને થોડા ઘઉના દાણા પણ રાખવાં. ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્ર બોલવો અને ઉગતા સૂર્યને આ લોટા દ્વારા જળ અર્પણ કરો. તે પછી ભગવાન ભાસ્કરને નમસ્કાર કરો. ગાયત્રી મંત્રનો જાપ કરો અને બની શકે તો આદિત્ય હ્રદય સ્ત્રોતનો પણ પાઠ કરો. તે સિવાય ભગવાન સૂર્યના 12 નામનો પણ જાપ કરી શકો છો.

સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધાપ્રમાણે ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુ દાન કરો
સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધાપ્રમાણે ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુ દાન કરો

વ્રત વિધિઃ મીઠાનું સેવન કરવું નહીં અને તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું
સૂર્ય સામે બેસીને આખો દિવસ મીઠાનો ઉપયોગ કર્યા વિનાનું ભોજન કરવાનો સંકલ્પ લો. શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું. આખો દિવસ વ્રત રાખો અને ફળાહારમાં મીઠાનો ઉપયોગ ન કરો. એ સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરો. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધાપ્રમાણે ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુ દાન કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો અને અન્ય પશુ-પક્ષીઓને પણ ભોજનની કોઈ વસ્તુ ખવડાવો.

બીમારીઓ દૂર થાય છે
સાતમના દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે અને તે વ્યક્તિ ક્યારેય આંધળો, દરિદ્ર, દુઃખી રહેતો નથી. સૂર્યની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થઈ જાય છે. ભાનુ સાતમના દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ વધે છે. આ દિવસે જરૂરિયાત પ્રમાણે ગરીબ અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...