ઉત્સવ:શ્રાવણ પૂનમના દિવસે આરાધ્ય દેવને રક્ષાસૂત્ર ચઢાવો અને ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 22 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની છેલ્લી તિથિ પૂનમ છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. આ તિથિએ પોતાના આરાધ્ય દેવને પણ રાખડી ચઢાવવી જોઈએ. સાથે જ, પૂનમ તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પણ પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો રક્ષાબંધન ઉપર ક્યા-ક્યા શુભ કામ કરી શકાય છે...

સ્કંદ પુરાણમાં સત્યનારાયણ ભગવાનની કથાઃ-
ભગવાન સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણની કથા છે. આ કથા પાંચ અધ્યાયોમાં છે અને તેના બે વિષય છે. એક છે સંકલ્પને ભૂલવો અને બીજો પ્રસાદનું અપમાન છે. કથાના અલગ-અલગ અધ્યાયમાં નાના-નાના પ્રસંગોની મદદથી સમજાવવામાં આવ્યું છે કે સત્યનું પાલન ન કરવાથી કયા પ્રકારની પરેશાનીઓ જીવનમાં આવી શકે છે અને જે લોકો ભગવાનને પ્રસાદનું અપમાન કરે છે, તેણે કયા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

કથામાં પૂજા માટે જરૂરી સામગ્રીઃ-
પૂજામાં કેળાના પાન અને ફળ સાથે પંચામૃત, સોપારી, પાન, તલ, નાડાછડી, કંકુ, દૂર્વા રાખો. દૂધ, મધ, કેળા, ગંગાજળ, તુલસી પાન, મેવા મિક્સ કરીને પંચામૃત તૈયાર કરો. પ્રસાદમાં લોટને ગુંથીને સત્તૂ બનાવવામાં આવે છે અથવા હલવાનો ભોગ ધરાવવામાં આવે છે.

પૂનમના દિવસે આ કામ પણ કરોઃ-
પૂર્ણિમાએ શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચઢાવો. બીલીપાન અને ધતૂરો ચઢાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બાળ ગોપાલને માખણ-મિશ્રીનો ભોગ ધરાવો. સૂર્યાસ્ત પછી હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.