• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Offer Bilva Patra Daily On Shivling In The Month Of Savan, Bilva Patra Importance In Shiv Puja, Shivling Puja In Savan Month

પૂજા-પાઠ:શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર રોજ બીલીપાન ચઢાવો, એક જ બીલીપાનને અનેક દિવસો સુધી ધોઇને શિવજીને ચઢાવી શકાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઠમ, ચૌદશ અને અમાસ તિથિએ બીલીપાન તોડવા જોઇએ નહીં, બીલી વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે

હાલ શિવજીનો પ્રિય શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં પૂજા કરતી સમયે શિવલિંગ ઉપર અનેક પ્રકારની પૂજન સામગ્રીઓ, ફૂલ-પાન વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે. જેમાં બીલીપાનનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે બીલીપાનનું વૃક્ષ ઘરની બહાર અથવા આસપાસ હોય તો અનેક વાસ્તુદોષ દૂર થઇ શકે છે. આયુર્વેદમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલી વૃક્ષ વાવી શકાય છેઃ-
બીલીનો છોડ ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવવો શુભ રહે છે. જે ઘરમાં બીલી વૃક્ષ વાવવામાં આવે છે અને રોજ તેને પાણી આપવામાં આવે છે, ત્યાં રહેતાં લોકોના વિચારમાં પોઝિટિવિટિ બની રહે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં વૃક્ષ વાવી શકો નહીં તો વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં વાવી શકાય છે.

આઠમ, ચૌદશ અને અમાસ તિથિએ બીલીપાન તોડવા જોઇએ નહીં, બીલી વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે
આઠમ, ચૌદશ અને અમાસ તિથિએ બીલીપાન તોડવા જોઇએ નહીં, બીલી વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે

બીલીપાન અનેક દિવસો સુધી વાસી માનવામાં આવતાં નથીઃ-
શિવલિંગ ઉપર ચઢાવવામાં આવતાં બીલીપાન વાસી થતાં નથી. એટલે કે, બીલીપાનને ધોઇને બીજા દિવસે ફરીથી પૂજામાં ચઢાવી શકાય છે. બીલીપાનને અનેક દિવસો સુધી વાસી માનવામાં આવતાં નથી. જોકે, આઠમ, ચૌદશ, અમાસ અને રવિવારે બીલીપાન તોડવા જોઇએ નહીં. આ વર્જિત તિથિઓ ઉપર બજારથી ખરીદીને બીલીપાન શિવજીને ચઢાવી શકાય છે.

બીલી વૃક્ષનું મહત્ત્વઃ-
શિવપુરાણમાં બીલી વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રી દેવી લક્ષ્મીનું જ એક નામ છે. જેના કારણે બીલીવૃક્ષની પૂજાથી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. આ કારણે આ વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ વધારે છે.