તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનંત ઊર્જા:હવે ભયમાંથી બહાર આવો, ભય પર જીત મેળવવી શક્ય છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણે જ્યારે સ્વીકારીશું કે ભગવાન જે કંઈ પણ કરે છે, તે આપણા જીવન માટે સારું છે, ત્યારે આપણે નદીની જેમ વહેવાનું શીખીશું તો પરિણામો પ્રત્યેની આસક્તિ સમાપ્ત થશે અને આપણે ભયમુક્ત બનીશું.

આપણે સૌ જીવનમાં ક્યારેક તો ભયભીત જરૂર બન્યા છીએ. પછી તે હોસ્પિટલમાં ઈન્જેક્શન મુકાવાનું હોય કે કારકિર્દી નક્કી કરવા માટે પ્રવેશ પરીક્ષા આપવાની હોય. ભય અનેક સ્વરૂપમાં આવે છે. ભય એક આપણા જીવિત રહેવા માટે જરૂરી છે. ભય માનસિક અને ભાવનાત્મક હોય છે. ભૂતકાળની ખરાબ યાદો સતત યાદ કરતા રહેવા કે ભવિષ્યની આશંકાઓ અંગે સતત વિચારતા રહેવાથી ભય એટલો વધી જાય છે કે, તે જિંદગીથી પણ મોટો થઈ જાય છે. પછી ભય અતાર્કિક થવા લાગે છે. તે ચિંતા, તણાવ અને ખરાબ તંદુરસ્તીનું કારણ બનવા લાગે છે. વર્તમાનમાં જીવનમાં ભય એટલો બધો પ્રભાવી થઈ ગયો છે કે, વાસ્તવિક સ્થિતિની તુલનામાં આપણને ભય વધુ નુકસાન પહોંચાડવા લાગ્યો છે. વસતીના એક મોટા વર્ગ માટે ભય એટલો પ્રભાવી થઈ ગયો છે કે, તેમના જીવનનો હેતુ માત્ર તેનો સામનો કરવાનું રહી ગયું છે. સાર્થક જીવન જીવવા માટે આપણાં ડરમાંથી ઉપર ઉઠવું જરૂરી છે.એવું માનવું કે ભય એક ભાવના છે, એ સુનિશ્ચિત કરે છે કે આપણે આ ભાવનાને વધારીએ નહીં. પોતાને સાચી માહિતી અને આંકડા આપવા તથા વિશય પર વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી લેવાથી ભયને દબાવી દેવાની શક્તિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. પ્રખ્યાત ટોસ્ટમાસ્ટર્સ ક્લબ લોકોને જાહેર મંચ પર બોલવાના ભયને દૂર કરવા માટે સંવેદનશીલતાને વ્યવસ્થિત રીતે ઓછી કરાવવાનું કામ કરે છે. ટેકનોલોજીના સમયમાં નાનકડા ખુદને બિહામણી સ્થિતિમાં મુકવું અને પછી ધીમે-ધીમે જોખમનો સમય વધારવાનો સમાવેશ થાય છે. દરેક સમયે તેના કારણે આપણી તર્કસંગતતા મજબૂત થાય છે અને આખરે આપણું મગજ રાઈનો પહાડ બનાવવાનું બંધ કરી દે છે. ડરતા-ડરતા જીવવું, દરેક ક્ષણે મરવા જેવું હોય છે. એટલે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે જ્યારે સૌથી ખરાબ સ્થિતિ અંગે વિચારીને તેને માનસિક રીતે સ્વીકારી લઈએ છીએ, ત્યારે આપણે અવસરોનો સંપૂર્ણ ફાયદો લેવામાં સક્ષમ થઈ જઈએ છીએ.વૈદિક દૃષ્ટિકોણ આપણને ડર પર કાબુ મેળવવા માટે ઊંડી અંતદૃષ્ટિ આપે છે. તે ભયને ઊંડી બીમારીનું લક્ષણ માત્ર માને છે, એટલે કે મનની આસક્તિ અને આસક્તિના વિષયથી સંભવિત નુકસાન. ઉદાહરણ માટે, સંપત્તિ પ્રત્યે આસક્તિ કે લગાવથી ગરીબીનો ભય પેદા થાય છે, સામાજિક પ્રતિષ્ટાની આસક્તિને કારણે બદનામીનો ડર પેદા થાય છે.. વગેરે. એ જ રીતે સમૃદ્ધિ, આરામ અને પોતાની ખુદની જિંદગીથી આસક્તિને કારણે કુદરતી આપત્તિઓનો ડર પેદા થાય છે. આપણે જાણીએ છીએ કે, જીવન નશ્વર છે, તેમ છતાં ડરીએ છીે. આપણે એ જ્ઞાન ભૂલી જઈએ છીએ કે, આત્મા અમર છે. આવા જ્ઞાન પર ચિંતન આપણને મૃત્યુના ભયમાંથી બહાર આવવામાં મદદ કરે છે.માનસિક રીતે કમ્ફર્ટ ઝોનમાં રહેવા માગીએ છીએ, આપણી પરિસ્થિતિ, આપણી જીવનની યોજનાઓ મરજી મુજબની હોય તેવું ઈચ્છીએ છીએ, જેના કારણે ભય પેદા થવો સ્વાભાવિક છે. તેમાંથી બહાર નીકળવાની એકમાત્ર રીત આપણે સર્વશ્રેષ્ઠ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. કોઈ પણ પરિણામને ઈશ્વરની ઈચ્છાના સ્વરૂપમાં સ્વીકારવું જોઈએ. મહાભારતના યુદ્ધ દરમિયાન આપણે જ્યારે દાદા ભીષ્મને મારવાનો અર્જુને સંકલ્પ લીધો તો ભગવાન કૃષ્ણ પણ પાંડવ વંશના બીજા લોકોની સાથે ચિંતિત થઈ ગયા હતા. અડધી રાત્રે તેઓ જ્યારે અર્જુનને સાંત્વના આપવા ગયા ત્યારે અર્જુન નસકોરા બોલાવતો હતો. અર્જુનને જ્યારે જગાડ્યો તો તેણે કહ્યું કે, ભગવાન પોતે જ જ્યારે તેમની સુરક્ષા માટે આટલા ચિંતિત હતા તો તેણે ડરવાનો કોઈ સવાલ જ ન હતો. ભય પર વિજય મેળવવાનું સૌથી સરળ અને શક્તિશાળી સાધન પૂર્ણ વિશ્વાસ છે કે ઈશ્વર અને ગુરુ આપણા સાક્ષી અને રક્ષક છે. આપણે જેટલા સર્વશક્તિમાન પ્રત્યે સમર્પિત થતા જઈએ છીએ, આપણો ભય દૂર થવા લાગે છે. આપણી પાસે માત્ર એક જ મન છે. ભય પર ચિંતન કરવાને બદલે પરમાત્માનું ચિંતન કરીએ. ઈશ્વર, દિવ્ય નામો, રૂપો, ગુણો, લીલાઓ, નિવાસો કે સંતોનું ધ્યાન કરીને તમારી જાતને ભયથી દૂર કરવા માટે પ્રેરિત કરો.

સ્વામી મુકુન્દાનંદ, આધ્યાત્મિક ગુરુ અને લેખક