તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

10 જુલાઈ સુધી જેઠ મહિનો:સોમવારે નિર્જળા એકાદશી, આ દિવસે વ્રત કરનાર લોકો આખો દિવસ નિર્જળ રહીને વ્રત કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જુલાઈએ જેઠ મહિનો પૂર્ણ થશે, 11 જુલાઈથી અષાઢ મહિનો શરૂ થઈ જશે

16 થી 20 જૂન સુધી અનેક ખાસ તિથિ-તહેવાર આવી રહ્યા છે. આ 15 દિવસોમા નિર્જળા એકાદશી, પ્રદોષ વ્રત, પૂનમ જેવી ખાસ તિથિઓ આવશે. આ શુભ દિવસોમાં કરવામાં આવતા પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે અને જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ નિર્જળ રહીને વ્રત કરવામાં આવે છે. સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમા એકાદશી મહાત્મ્ય નામના અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશીઓનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ એકાદશી સોમવાર, 21 જૂનના રોજ છે.

નિર્જળા એકાદશીએ સવારે જલ્દી જાગીને સ્નાન પછી ભગવાન વિષ્ણુ સામે વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. ખાસ પૂજા-પાઠ કરો. મહાભારતકાળમાં પાંડવ પુત્ર ભીમે પણ આ એકાદશીએ વ્રત કર્યું હતું. ભીમ દિવસમાં અનેકવાર ભોજન કરતો હતો અને તે ભૂખ્યો રહી શકતો નહોતો. એક દિવસ તેણે વેદ વ્યાસને કહ્યું કે તેના બધા જ ભાઈઓ એકાદશી વ્રત કરે છે, પરંતુ હું ભૂખના કારણે વ્રત કરી શકતો નથી. એવામાં મને એકાદશી વ્રતનું પુણ્ય મળી શકતું નથી. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીએ વ્રત કરવાની સલાહ આપી હતી.

વેદ વ્યાસે ભીમને જણાવ્યું કે આ તિથિએ નિર્જળ રહીને વ્રત કરવાથી વર્ષભરની બધી એકાદશીના વ્રતથી મળતા પુણ્ય બરાબર પુણ્ય મળે છે. વ્યાસજીની સલાહ માનીને ભીમે આ વ્રત કર્યું હતું.

એકાદશી પછી 22 જૂનના રોજ પ્રદોષ વ્રત રહેશે. આ દિવસે શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ.

24 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરીને અથવા ઘરમાં જ બધા તીર્થોનું ધ્યાન કરીને સ્નાન કરો
24 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરીને અથવા ઘરમાં જ બધા તીર્થોનું ધ્યાન કરીને સ્નાન કરો

ગુરુવાર, 24 જૂનના રોજ જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરીને અથવા ઘરમાં જ બધા તીર્થોનું ધ્યાન કરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરો. શિવજીની પૂજા કરો. ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા સાંભળો.

25 જૂનથી અષાઢ મહિનો શરૂ થશે. 27 તારીખે ગણેશ ચોથ વ્રત રહેશે. આ દિવસે ગણેશજી માટે વ્રત કરવું જોઈએ.