નિર્જળા એકાદશી:આ વ્રત કરવાથી ઉંમર વધે છે, જળ અને તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે; પિતૃઓ પણ તૃપ્ત થાય છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિર્જળા એકાદશી વ્રતને લઈને પંચાંગ ભેદ છે, આ વ્રત અમુક સ્થાને 10 જૂને તો અમુક જગ્યાએ 11 જૂનના રોજ રહેશે. મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે નિર્જળા એકાદશીનું વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઈને બીજા દિવસ સુધી બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીધા વિના રહેવાનું વિધાન છે. આ કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ વ્રતને વિધિ-વિધાન સાથે કરનાર લોકોની ઉંમર વધે છે અને મોક્ષ મળે છે.

પાણીનું મહત્ત્વ સમજાવતું પર્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પાણીનું મહત્ત્વ સમજાવી અને તેના દુરૂપયોગને રોકવા માટે પુરાણોમાં નિર્જળા એકાદશી વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે. તેમાં આખો દિવસ પાણી પીવામાં આવતું નથી. આવું કરવાથી જાણવા મળે છે કે પાણી વિના એક દિવસ રહેવું કેટલું મુશ્કેલ હોય છે. તેનાથી પાણી બચાવવાનો બોધપાઠ મળે છે. એટલે આ દિવસે જળ દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે.

આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે. તેમાં આખો દિવસ પાણી પીવામાં આવતું નથી.
આ વ્રત ભારતમાં ગરમીની ઋતુ દરમિયાન આવે છે. તેમાં આખો દિવસ પાણી પીવામાં આવતું નથી.

નિર્જળા એકાદશીએ દાનનું મહત્ત્વ
પં. ગણેશ મિશ્રા પ્રમાણે, નિર્જળા એકાદશીએ જળનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે જળ પીવડાવવું અને જળ દાન કરવાની પરંપરા છે. આ એકાદશીએ અનાજ, જળ, કપડા, આસન, બૂટ, છત્રી, પંખો અને ફળનું દાન કરવું જોઇએ. આ દિવસે પાણી ભરેલાં ઘડા અથવા કળશનું દાન કરવાથી બધા જ પાપ દૂર થાય છે. આ દાનથી વ્રત કરનાર પિતૃઓ પણ તૃપ્ત થઇ જાય છે. આ વ્રતથી અન્ય એકાદશીઓમાં અનાજ ખાવાનો દોષ પણ દૂર થાય છે અને દરેક એકાદશીઓના પુણ્યનો ફાયદો મળે છે. શ્રદ્ધાથી જે આ પવિત્ર એકાદશીનું વ્રત કરે છે, તેઓ દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મેળવે છે.

નિર્જળા એકાદશીના દિવસે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ
નિર્જળા એકાદશીના દિવસે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ

નિર્જળા એકાદશી વ્રતની પૂજા વિધિ

  • પં. મિશ્રા પ્રમાણે આ વ્રતમાં એકાદશી તિથિના સૂર્યોદયથી બીજા દિવસે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં આવતું નથી અને ભોજન પણ ગ્રહણ કરવામાં આવતું નથી.
  • એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ સ્નાન કરવું જોઇએ. જો તે શક્ય ન હોય તો ઘરના પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.
  • ત્યાર બાદ ભગવાન વિષ્ણુની પૂજા, દાન અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઇએ.
  • ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.
  • પીળા કપડા પહેરીને પૂજા કરવી.
  • પૂજામાં પીળા ફૂલ અને પીળી મીઠાઈ જરૂર સામેલ કરવી જોઇએ.
  • ત્યાર બાદ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. શ્રદ્ધા અને ભક્તિથી કથા સાંભળી જોઇએ.
  • પાણીથી કળશ ભરો અને તેને સફેદ વસ્ત્રથી ઢાંકીને રાખો. તેના ઉપર ખાંડ તથા દક્ષિણા રાખીને બ્રાહ્મણને દાન કરો.