આજનો જીવન મંત્ર:ક્યારેય પણ વૃદ્ધોની મજાક ન ઉડાવવી, તેમનું સન્માન કરો, નહીં તો કુદરત ચોક્કસ સજા આપે છે

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તાઃ દ્વારકા પાસે એક પિંડારક વિસ્તાર હતો. તે જંગલમાં વિશ્વામિત્ર, અસિત, કર્ણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ મુનિ જેવા ઋષિઓ જીવન પસાર કરતા હતા. તે સમયે તપ કરવા માટે ઋષિઓ આવી જગ્યા શોધતા હતા.

એક દિવસ શ્રીકૃષ્ણના યદુવંશના કેટલાક યુવાન રાજકુમાર તે જંગલમાં પહોંચ્યા. યુવાનીનો જોશ હતો, તેમને વિચાર્યું કે આ સાધુ-સંતોની સાથે થોડી મજાક કરીએ, તેમની પરીક્ષા લઈએ.

રાજકુમારોએ શ્રી કૃષ્ણની પત્ની જામવંતીના પુત્ર સાંબાને સાડી પહેરવા દીધી અને ગર્ભવતીનો વેશ ધારણ કરાવ્યો. ત્યારબાદ સંતોને કહ્યું કે, તમે જણાવો કે આ ગર્ભવતી કન્યાને પુત્ર થશે કે પુત્રી? તમે લોકો તો અંતર્યામી છો, બધું જાણો છો, તો જણાવો.

ઋષિ-મુનીઓએ આંખો બંધ કરી, ધ્યાન કર્યું અને સમજી ગયા કે રાજકુમાર અમારી મજાક ઉડાવી રહ્યા છે, અપમાન કરી રહ્યા છે. તેથી ગુસ્સામાં સંતોએ કહી દીધું કે તેના ગર્ભમાંથી મૂસલ પેદા થશે અને તે તમારા વંશના નાશનું કારણ બનશે.

બધા રાજકુમારો ગભરાઈ ગયા. જ્યારે તેમને સાડી કાઢી તો ખરેખર એક મૂસલ નીકળ્યું. બાદમાં આ મૂસલ કૃષ્ણના વંશના નાશનું કારણ બન્યું હતું.

બોધપાઠ- યુવાન અવસ્થામાં વિચારોનો વેગ વધારે હોય છે, તેના કારણે યુવાનો ખોટી દિશા તરફ જઈ શકે છે. યુવાનોએ એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે વડીલ-વૃદ્ધોનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. મોટા લોકોની પરીક્ષા ન લેવી, તેમના આશીર્વાદ લેવા. જે ભૂલ યદુવંશના રાજકુમારોએ કરી હતી, તેની સજા આખા રાજવંશને ભોગવવી પડી. જો આપણે આવી ભૂલ કરીશું તો કુદરત આપણને એક યા બીજી રીતે સજા ચોક્કસ આપશે જ. આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો.