અનંત ઊર્જા:નકારાત્મક વિચારો મનનો કચરો છે, જે આપણા કર્મોને પ્રભાવિત કરે છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત રહીને મનના બગીચાના કચરાને દૂર કરો અને તેમાં સુંદર-સુંદર ફૂલ વાવો
  • નકારાત્મક વિચારો અકલ્પનીય નુકસાન પહોંચાડે છે. બીમારી માત્ર વાઈરસ-બેક્ટેરિયાથી ફેલાતી નથી, નકારાત્મક મનથી પણ થાય છે

આપણું મન વિચારોના કારખાના જેવું છે. તે સંપૂર્ણ સમય વિચારો પેદા કરતું રહે છે. ઊંઘતા હોઈ તો પણ આપણે સ્વપ્ન જોઈએ છીએ. માત્ર ગાઢ નિદ્રાના સમયે જ તે આરામ કરે છે. આપણે મનમાં જે વિચાર પેદા કરીએ છીએ, તે જ આપણા કર્મોનો આધાર હોય ચે. સારા વિચાર, સારા કર્મ બનાવે છે. મહાન વ્યક્તિત્વો, જેમણે લાખો લોકનાં જીવનને પ્રભાવિત કર્યા છે, તેમણે શક્તિશાળી અને શુદ્ધ વિચારોને પેદા કરીને આમ કર્યું છે. બુદ્ધે 25 સદી પહેલા કહી દીધું હતું કે, ‘આપણે જે કોઈ પણ છીએ, તે આપણા વિચારોનું જ પરિણામ છે’. આદિ શંકરાચાર્યએ પણ મનને સર્વોપરિ માન્યું હતું. તેમણે પોતાની પ્રશ્નાવલીમાં પૂછ્યૂં હતું, ‘દુનિયામાં કોને વિજય મળવો જોઈએ?’ તેમનો જવાબ હતો, ‘જેણે પોતાના મનને જીતી લીધું છે’.

આપણને મનની સ્થિતિથી જ ખુશી અને તણાવ બંને અનુભવાય છે. સકારાત્મક વિચાર મન અને આત્મા માટે સારા છે અને તેનાથી તાત્કાલિક આનંદ અનુભવાય છે. ઉદાહરણ માટે, ઉદારતા, ત્યાગ, નિ:સ્વાર્થ ભાવ વગેરેના વિચારોથી આપણને સારું લાગે છે. સકારાત્મક વલણ સામાન્ય રીતે જીવનમાં ઉચ્ચ સફળતા સાથે પણ સંકળાયેલું છે. તેનાથી વિરુદ્ધ નકારાત્મક વિચારથી આપણને ખરાબ અહેસાસ થાય છે, જેનાથી લોકો ખરાબ કર્મ કે સ્વાર્થી વ્યવહાર કરવા લાગે છે. સતત આવતા વિચારો આખરે આપણા અંતર્મન કે મનના ઊંડે પ્રવેશી જાય છે, જે આપણા જીવનની દિશા નક્કી કરે છે. આપણે દરેક બાબતનું વિશ્લેષણ સ્વાર્થપૂર્ણ ઈચ્છાના દૃષ્ટિકોણ સાથે કરીએ છીએ અને જ્યારે ઘટનાઓ આશા પ્રમાણે થતી નથી તો આપણો અહમ નકારાત્મક વિચારો પેદા કરે છે.

આ વિચારો પર વારંવાર ધ્યાન આપવાથી મનને એવા સંદેશા ગમવા લાગે છે અને આપણને ખબર પડતી નથી કે આપણી માનસિકતા ક્યારે આવી થઈ ગઈ છે. કમનસીબે નકારાત્મક વિચારો અકલ્પનીય નુકસાન પહોંચાડે છે. બીમારી માત્ર વાઈરસ-બેક્ટેરિયાથી જ ફેલાતી નથી, પરંતુ મનની નકારાત્મકતાઓથી પણ આવે છે. તે હૃદયના કામમાં અવરોધ નાખે છે, અનેક શારીરિક બીમારીઓનું કારણ બને છે અને આધ્યાત્મિક વૃદ્ધિને પણ રોકે છે. ગુસ્સો, નવફરતથી વધતા નકારાત્મક વિચારો આપણને વધુ નુકસાન પહોંચાડે છે. એટલે જ કહેવાય છે કે, ‘ક્રોધ પોતે ઝેર પીને એવી આશા રાખે છે કે સામેનો વ્યક્તિ મરી જાય’. નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં આ રીતે બદલી શકો છો:

1. પોતાના વિચારો અંગે જાગૃત રહો. વિનાશકારી વિચારો આવે, તેની પેટર્ન ઓળખો અને તાત્કાલિક કંઈક રચનાત્મક કરકવા અંગે વિચારો. કોઈ વિચારહીન રહી શકે નહીં, એટલે તમારે યુ-ટર્ન લેવો પડશે.

2. નકારાત્મક વિચારોને નિષ્પ્રભાવ કરો. નકારાત્મક વિચારોના ખેંચાણથી વિરુદ્ધ સકારાત્મક વિચારોનો અભ્યાસ કરી શકો છો. તેને પ્રેમ, હૂંફ, માફી અને બીજાની મદદ જેવા ભાવોથી અભિવ્યક્ત કરી શકાય છે.

3. સકારાત્મક આત્મ-કથનનો ઉપયોગ કરો. સકારાત્મક વાતો કરવાથી તમારા મનને પોતાની અનુસાર બનાવી શકો છો. એવા કથનનો ઉપયોગ કરો જે તમને મજબૂત બનાવો. જેમકે ખુદને કહો, ‘ઈશ્વર અને ગુરુ મને શરત વગર પ્રેમ અને સુરક્ષા પૂરી પાડે છે. તેઓ મુશ્કેલ સમયમાં મારું માર્ગદર્શન કરે છે. હું તેમની દિવ્ય શીખને અપનાવવા માટે ખુદને પ્રેરિત કરીશ.’ જો ધ્યાનથી જોશો તો ઈશ્વર આપણી આંતરિક ખામીઓથી પરિચય કરાવવા માટે જીવનના અનુભવ તૈયાર કરે છે, જેના દ્વારા આપણને આંતરિક વૃદ્ધિનો અવસર મળે છે.

4. આધ્યાત્મિક મદદ લો. જો તમે મનને ઈશ્વર પર કેન્દ્રિત કરશો તો ઉપર આપેલી તમામ રણનીતિઓ સરળ થઈ જશે. ભક્તિભાવ ધીમે-ધીમે મનનું શુદ્ધિકરણ કરશે. શુદ્ધ મનમાં નકારાત્મકતા ઓછી હશે.

5. પોતાના જેવા વિચાર ધરાવતા ભક્તો સાથે સત્સંગ કરો. ખરાબ સંગતથી બચો. ખુદને સકારાત્મક લોકોથી ઘેરાયેલા રાખો. ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘જેમણે મન પર વિજય પ્રાપ્ત કરી લીધો, એ તેમનો મિત્ર બની જાય છે. જે આવું ન કરી શકે, મન તેમના માટે દુશ્મન છે’. એટલે જાગૃત રહીને પોતાના મનના બગીચામાંથી કચરો દૂર કરો અને તેમાં સુંદર-સુંદર ફૂલ વાવો.

સ્વામી મુકુન્દાનંદ, આધ્યાત્મિક ગુરુ અને લેખક