આજે નોમ તિથિ:નવરાત્રિમાં દેવી માતા સાથે ગણેશજી, સોળ માતૃકા, લોકપાલ, નવગ્રહ, પંચદેવ અને વરૂણ દેવની પૂજા જરૂર કરો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન એકસાથે કરો, શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ પણ કરો

આજે નવરાત્રિની છેલ્લી તિથિ નોમ છે. આ તિથિએ દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતી વિશેષ પૂજા ખૂબ જ જલ્દી શુભફળ પ્રદાન કરનારી માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે દુર્ગાપૂજા કરતી સમયે કઇ વાતોનું ધ્યાન ખાસ કરીને રાખવું જોઇએ...

નવરાત્રિમાં માટીથી વેદી બનાવીને તેમાં જવ વાવવા જોઇએ. વેદી ઉપર સોના, તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશ ઉપર પણ સોના, ચાંદી, તાંબા અથવા માટી કે પથ્થરની દેવી મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરવામાં આવે છે. તેમને જવારા કહેવામાં આવે છે. તેની પૂજા વિશેષ કરવી જોઇએ.

જો મૂર્તિ ન હોય તો કળશ પાછળ સ્વસ્તિક અને તેની બંને બાજુ ત્રિશૂળ બનાવીને દુર્ગાજીનું ચિત્ર, પુસ્તક અથવા શાલિગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરો.

દેવી પૂજામાં સ્વસ્તિવાચન, શાંતિપાઠ કરીને પૂજાનો સંકલ્પ કરવો જોઇએ. સૌથી પહેલાં ગણેશપૂજા કરો. સોળ માતૃકા, લોકપાલ, નવગ્રહ, પંચદેવ અને વરૂણ દેવની પણ વિધિપૂર્વક પૂજા કરવી જોઇએ.

દેવી પૂજા કોઇ બ્રાહ્મણ પાસે કરાવો તો વધારે સારું રહેશે. બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવવાથી કોઇપણ ભૂલ થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે.

દુર્ગાની પૂજામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન કરો. શ્રીદુર્ગાસપ્તશતીનો પાઠ પણ કરવો જોઇએ.

દેવી દુર્ગાની પૂજા કરનાર ભક્તોએ સાફ-સફાઈ અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરો અને આળસનો ત્યાગ કરો. સવારે જલદી જાગો અને દેવી પૂજા કરો.