• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri Lord Vishnu And Shiva Also Praised The Goddess; In Tretayuga, Shri Ram And In Dwapar, The Pandavas Worshiped Shakti For Victory.

નવરાત્રિ:ભગવાન વિષ્ણુ અને શિવજીએ પણ દેવી સ્તૃતિ કરી હતી, ત્રેતાયુગમાં શ્રીરામ અને દ્વાપરમાં પાંડવોએ શક્તિની આરાધના કરી હતી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 દિવસના આ શક્તિ પર્વમાં સાફ-સફાઈ સાથે વ્રત-ઉપવાસ દ્વારા દેવી તત્વ સાથે જોડાવવાની કોશિશ કરવામાં આવે છે

કળશ સ્થાપના સાથે જ નવ દિવસ સુધી દેવી દુર્ગાની સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા અને ઉપાસના શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન નવ દિવસ સુધી દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાની આરાધના ભગવાન વિષ્ણુ, શિવજી સાથે જ ઇન્દ્ર અને પછી બધા યુગમાં થતી આવી છે. શક્તિ ઉપાસના માટે પૂજા-પાઠ અને વ્રત-ઉપવાસ પણ કરવામાં આવે છે. આ પ્રકારે શારીરિક અને માનસિક બંને રીતે પોતાના ઉપર નિયંત્રણ રાખવાની કોશિશને જ તપસ્યા કહેવામાં આવે છે.

નવરાત્રિના દરેક દિવસનું મહત્ત્વ હોય છે. ગુરુવારે કળશ સ્થાપના સાથે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવી. તે પછી બ્રહ્મચારિણી, પછી ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયિની અને દેવી કાળરાત્રિ પછી મહાગૌરી અને છેલ્લાં દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. 13 ઓક્ટોબરના રોજ મહાઅષ્ટમી અને 14મીએ મહાનવમી આવશે. સાથે જ નોમ તિથિમાં જ વિસર્જન કરવામાં આવશે.

ભગવાન વિષ્ણુથી દ્વાપર યુગ સુધી દેવી પૂજા-
માર્કંડેય પુરાણ પ્રમાણે દેવતાઓએ પણ 9 દિવસ સુધી દેવીની વિશેષ પૂજા કરી હતી. દેવરાજ ઇન્દ્રએ રાક્ષસ વૃત્રાસુરનો વધ કરવા માટે માતા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શિવે પણ ત્રિપાસુર દૈત્યના વધ માટે માતા ભગવતીની પૂજા કરી હતી. જગતના પાલનહાર વિષ્ણુજીએ મધ-કૈટમ નામના બે અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગાની પૂજા કરી હતી. વાલ્મીકિ રામાયણમાં પણ શક્તિપૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં ભગવાન રામે રાવણ વધ પહેલાં દેવીની પૂજા કરી હતી. દેવી માતાના આશીર્વાદથી જ ભગવાન રામને અમોઘ બાણ મળ્યું હતું, જેનાથી તેઓ રાવણનો વધ કરી શક્યાં હતાં. પાંડવોએ પણ પોતાની શક્તિ વધારવા માટે ધર્મના માર્ગે વિજય પ્રાપ્ત કરવા દેવી માતાની ઉપાસના કરી હતી.

9 દિવસના આ શક્તિ પર્વમાં સાફ-સફાઈ સાથે વ્રત-ઉપવાસ દ્વારા દેવી તત્વ સાથે જોડાવવાની કોશિશ કરવામાં આવે છે
9 દિવસના આ શક્તિ પર્વમાં સાફ-સફાઈ સાથે વ્રત-ઉપવાસ દ્વારા દેવી તત્વ સાથે જોડાવવાની કોશિશ કરવામાં આવે છે

વ્રત-ઉપવાસઃ દેવી તત્વ સાથે જોડાવવાની કોશિશ-
નવરાત્રિમાં દેવી દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. માર્કંડેય પુરાણ પ્રમાણે આ દિવસોમાં નિરાહાર એટલે કઇંપણ ખાધા વિના દેવીની પૂજા કરવી જોઇએ. જોકે, અનેક લોકો માટે તે મુશ્કેલ રહે છે. એટલે માત્ર આઠમ અને નોમ તિથિએ આ પ્રકારના કઠોર તપ અને પૂજા કરવામાં આવી શકે છે. આવું કરવાથી સંપૂર્ણ નોરતાની પૂજાનું વિશેષ ફળ મળી શકે છે. થોડાં લોકો બંને દિવસ પણ વ્રત-ઉપવાસ કરે છે. આઠમ અને નોમ તિથિએ કરવામાં આવતાં વ્રત-ઉપવાસથી તન અને મનની શુદ્ધિ તો થાય છે સાથે જ, દેવીની કૃપાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સ્વચ્છતા અને પવિત્રતાથી દેવી પ્રસન્ન થાય છે-
નવરાત્રિમાં દેવી પૂજા દરમિયાન બહારથી અને અંદરથી તેમ બંને પ્રકારે સફાઈની જરૂરિયાત હોય છે. આ દિવસોમાં અંદરની સફાઈ માટે વ્રત-ઉપવાસ, પ્રાણાયમ અને ધ્યાન કરવાની સાથે જ મન ઉપર નિયંત્રણ રાખવાની કોશિશ કરવી જોઇએ. આવું કરવાથી મન ભટકતું નથી અને માનસિક પાપ થતાં નથી. જેનાથી અંદરની સફાઈ જળવાયેલી રહેશે. બહારની સ્વચ્છતા માટે ઘરમાં ગંદકી રાખવી જોઇએ નહીં. સાથે જ, દરરોજ ગંગાજળ અને ગૌ મૂત્ર છાંટવું જોઇએ. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં સમૃદ્ધિ રહે છે.

નવરાત્રિમાં ધ્યાનમાં રાખવામાં આવતી વાતો-

  • નવરાત્રિ દરમિયાન વ્રત અને પૂજા કરનાર લોકોએ દાઢી-મૂંછ, નખ અને માથાના વાળ કાપવા જોઇએ નહીં.
  • કળશ સ્થાપિત કર્યો હોય તો દસ દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવીને તે જગ્યાને ખાલી છોડવી નહીં.
  • નવ દિવસ સુધી તામસિક ભોજન કરવું નહીં. લસણ, ડુંગળી અને માંસ સબિત ઠંડી-વાસી અને કોઇપણ પ્રકારની દૂષિત વસ્તુઓનું સેવન કરવું નહીં.
  • વ્રત કરનાર લોકોએ આ દિવસોમાં અનાજનું સેવન કરવું નહીં. માત્ર ફળાહાર જ કરવો.
  • પુરાણો પ્રમાણે વ્રત દરમિયાન દિવસમાં સૂવું જોઇએ નહીં. આવું કરવાથી વ્રત ભંગ થાય છે એટલે તૂટી જાય છે.
  • આ દિવસોમાં દારૂ, તંબાકૂ અને દરેક પ્રકારના નશાથી દૂર જ રહેવું જોઇએ.
  • નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ શારીરિક સંબંધ બાંધવા જોઇએ નહીં.