• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri Duga Mata Nine (9) Days Puja Vidhi | Shardiya Navratri 2021 Pujan Vidhi Mantra | Shailputri, Brahmacharini, Chandraghanta, Kalratri

મંત્ર, ધ્યાન અને યોગ:ધાર્મિક અને અધ્યાત્મિક દૃષ્ટિએ નવરાત્રિનો દરેક દિવસ ખાસ છે, શૈલપુત્રી શક્તિ આપે છે અને સિદ્ધિદાત્રી મનોકામના પૂર્ણ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં દરરોજ અલગ-અલગ દેવીની પૂજા થાય છે, માર્કંડેય પુરાણની દુર્ગા સપ્તશતીમાં આ નવ દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

નવરાત્રિમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. માર્કંડેય પુરાણાં શૈલપુત્રીથી સિદ્ધિદાત્રી સુધી 9 દેવીઓ જણાવવામાં આવી છે. નવ દિવસના આ શક્તિ પર્વ દરમિયાન આ દેવીઓની ખાસ પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફો અને દુઃખ દૂર થાય છે. દરેક દેવીના નામ તેમની શક્તિ અને ખાસ સ્વરૂપ પ્રમાણે છે. એટલે નવરાત્રિમાં દરેક દેવીની પૂજા માટે એક ખાસ દિવસ નક્કી છે. જેથી દરેક દેવીની પૂજાનું ખાસ ફળ મળે છે.

દેવી શૈલપુત્રીની પૂજાથી શક્તિ મળે છે, ત્યાં જ, બ્રહ્મચારિણી દેવીની પૂજાથી પ્રસિદ્ધિ, ચંદ્રઘંટાથી એકાગ્રતા, કૂષ્માંડાથી દયા, સ્કંદમાતાથી સફળતા અને કાત્યાયની દેવીની પૂજાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્ન દૂર થાય છે. સાથે જ દેવી કાળરાત્રિની પૂજાથી દુશ્મનો ઉપર વિજય, મહાગૌરી પાસેથી ઉન્નતિ, સુખ, ઐશ્વર્ય અને સિદ્ધિદાત્રી દેવીની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

દેવીના 9 સ્વરૂપ-

प्रथम शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी।

तृतीयं चन्द्रघण्टेती कूष्माण्डेति चतुर्थकम् ।।

पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च ।

सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमम् ।।

नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः । - દેવી કવચ (માર્કંડેય પુરાણ)

અર્થ- પહેલી દેવી હિમાલયને તપસ્યા દ્વારા પ્રાપ્ત પાર્વતીજી શૈલપુત્રી છે. બીજી, બ્રહ્મસ્વરૂપ પામતી બ્રહ્મચારિણી છે. પ્રસન્નતા આપનારી દેવી ચંદ્રઘંટા ત્રીજી છે. ચોથી દેવી કૂષ્માંડા છે, જે ત્રણેય પ્રકારના સંસારને પોતાના ઉદરમાં ધારણ કરે છે. પાંચમી દેવી સ્કંદની માતા હોવાના કારણે સ્કંદમાતા કહેવાઈ.

દેવતાઓના કાર્ય સિદ્ધિ માટે કત્યાયન ઋષિના આશ્રમ ઉપર પ્રકટ થવાના કારણે છઠ્ઠી દેવી કાત્યાયની છે. સાતમી દેવી કાળની પણ કાળ હોવાના કારણે કાળરાત્રિ છે. આઠમી, ખૂબ જ ગૌરરૂપા હોવાના કારણે મહાગૌરી છે અને નવમી દેવી બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી સિદ્ધિદાત્રી છે.