નવરાત્રિના છેલ્લાં 3 દિવસ:ખાસ કામની શરૂઆત કે ખરીદારી માટે આઠમ, નોમ અને દશેરાને શુભ માનવામાં આવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે આઠમ છે, તેના પછીના દિવસે એટલે 14 ઓક્ટોબરે નોમ અને વિજયાદશમી ઊજવવામાં આવશે

હિંદુ પંચાંગ પ્રમાણે આસો મહિનાના સુદ પક્ષની આઠમ તિથિ આજે છે. તેના પછીના જ દિવસે એટલે 14 ઓક્ટોબરે નોમ તિથિ અને 15 ઓક્ટોબરે દશેરા એકસાથે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે નવરાત્રિની આઠમ, નોમ અને દશેરાને દરેક દૃષ્ટિએ ખાસ માનવામાં આવે છે. આ 3 દિવસોમાં મોટા અને ખાસ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. આઠમ અને નોમ તિથિ દેવીની મહાપૂજાના દિવસ હોય છે. ત્યાં જ, દશેરાને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. એટલે નવરાત્રિના છેલ્લાં 3 દિવસો અનેક રીતે ખાસ હોય છે.

14 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે નોમ અને દશેરા રહેશે-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે નવરાત્રિની આઠમ તિથિ આજે છે. 14મીએ નોમ અને 15મીએ દશેરા રહેશે. ધાર્મિક કાર્યો એટલે વ્રત, પૂજા, સ્નાન અને દાન માટે આ તિથિઓને સૂર્યોદય પ્રમાણે ઊજવવામાં આવે છે. પરંતુ ખરીદારી કે કોઇ શુભ કામની શરૂઆત માટે તે સમયે માત્ર તિથિનું હોવું જ શુભ મનાય છે.

જયા તિથિ અને વણજોયું મુહૂર્ત-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે જ્યોતિષમાં આઠમને જયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કરેલાં કાર્યોમાં સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે. નવરાત્રિ દરમિયાન આ તિથિનું મહત્ત્વ અને અસર બંને વધી જાય છે. આ દિવસે દેવીની મહાપૂજા કરવાનું પણ વિધાન છે. તેના પછીના દિવસે નોમ તિથિએ પણ મહાપૂજાનો દિવસ રહેશે. આ દિવસ પણ મહત્ત્વપૂર્ણ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે. ત્યાં જ, જ્યોતિષીય ગ્રંથોમાં વિજયાદશમી એટલે દશેરાને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ પૂર્ણા તિથિ છે. એટલે આ તિથિમાં કરેલાં કામ અધૂરા રહેતાં નથી, તે પૂર્ણ થઇ જાય છે. દશેરાએ પ્રોપર્ટી, વાહન અને દરેક પ્રકારની વિશેષ ખરીદારી કરવાનું પણ વિધાન છે.