ઉત્સવ:નવરાત્રિ ગુરુવારથી શરૂ અને ગુરુવારે જ પૂર્ણ થશે, શરદ પૂનમ સુધી જમીન અને વાહન ખરીદદારી માટે સમય શુભ રહેશે

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજે ગુરુવાર (7 ઓક્ટોબર)થી આસો મહિનાની નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ પર્વ 14 ઓક્ટોબર સુધી રહેશે. તે પછી 19 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા આવશે. આ વખતે શરદ પૂર્ણિમા અંગે પંચાંગ ભેદ છે, થોડા પંચાંગમાં 20 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા ઊજવાશે. આ દિવસોમાં દેવી પૂજા સાથે જમીન, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદદારી માટે પણ શુભ યોગ બની રહ્યો છે.

ઇન્દોરના જ્યોતિર્વિંદ પં. સોમેશ્વર જોશીના જણાવ્યા પ્રમાણે આસો મહિનાના સુદ પક્ષની એકમ તિથિએ એટલે આજે ઘટસ્થાપના સાથે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આજે ચર અને વૈધૃતિ નામનો શુભ યોગ બની રહ્યો છે. મહા આઠમ પૂજન 13, ઓક્ટોબર બુધવારે રહેશે અને મહાનોમ પૂજન 14 ઓક્ટોબરના રોજ રહેશે. આ વખતે નવરાત્રિ આઠ દિવસની જ રહેશે. નવરાત્રિમાં બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો રહેશે અને શનિ પોતાની મકર રાશિમાં રહેશે. ગુરુવારથી શરૂ થઈને ગુરુવારે આ નવરાત્રિ પૂર્ણ થશે. આ શુભ યોગના કારણે નવરાત્રિમાં વેપારીઓ માટે લાભદાય સ્થિતિ રહેશે. આ દિવસોમાં જમીન-વાહન ખરીદદારી પણ કરી શકાશે.

ગુરુવારનો કારક ગ્રહ ગુરુ છે. દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે. આ વખતે ગુરુવારથી નવરાત્રિ શરૂ થવી અને આ વારે જ પૂર્ણ થવી શુભ રહેશે. આવો સંયોગ અનેક વર્ષોમાં એકવાર જ બને છે. આ વખતે 7 ઓક્ટોબરે નવરાત્રિથી લઈને 19-20 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા (પંચાંગ ભેદ) સુધી અનેક શુભ મુહૂર્ત રહેશે. આ મુહૂર્તમાં ખરીદદારી કરવું લાભદાયી રહેશે. માન્યતા છે કે આ શુભ મુહૂર્તોમાં ખરીદવામાં આવેલી વસ્તુઓ સુખદાયી રહેશે.

 • 7 ઓક્ટોબર- ચર, વૈધૃતિ યોગ, ચર યોગ
 • 8 ઓક્ટોબર- રવિયોગ સાંજે 6:58 પછી, ગદ, વિષ્કુંભ યોગ
 • 9 ઓક્ટોબર- રવિયોગ સાંજે 4:43 સુધી, શુભ અને પ્રીતિ યોગ
 • 10 ઓક્ટોબર- રવિયોગ બપોરે 2:43 થી 7:37 સુધી, આયુષ્યમાન યોગ
 • 11 ઓક્ટોબર- રવિયોગ બપોરે 12:55 થી આખો દિવસ, પદમ અને સૌભાગ્ય યોગ
 • 12 ઓક્ટોબર- રવિયોગ સવારે 11:25 સુધી શોભન, અતિગંડ અને છત્ર
 • 13 ઓક્ટોબર- ક્ષીવત્સ અને સુકુર્મા યોગ
 • 14 ઓક્ટોબર- રવિયોગ સવારે 9:34 થી આખો દિવસ, સૌમ્ય અને દૃશ્ય યોગ
 • 15 ઓક્ટોબર- રવિયોગ આખો દિવસ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ધૂમ્ર યોગ
 • 16 ઓક્ટોબર- એકાદશી વ્રત, રવિયોગ સવારે 9:21 સુધી, ગંડયોગ
 • 17 ઓક્ટોબર- વૃદ્ધિ યોગ, ત્રિપુષ્કર સવારે 9:57 થી સાંજે 5:39 સુધી
 • 18 ઓક્ટોબર- સોમપ્રદોષ, રવિયોગ સવારે 10:48 થી આખો દિવસ, ધ્રુવ યોગ
 • 19 ઓક્ટોબર- શરદ પૂનમ, રવિયોગ બપોરે 12:11 સુધી, સર્વાર્થસિદ્ધિ યોગ, સિદ્ધ અને વ્યાઘાત યોગ. આ વખતે પંચાંગ ભેદના કારણે થોડી જગ્યાએ 20 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ ઊજવાશે.
 • નવરાત્રિથી શરદ પૂનમ સુધી 13 દિવસમાં સર્વાર્થ સિદ્ધિ, અમૃત, રવિયોગ, આનંદદી, ત્રિપુષ્કર યોગ રહેશે. આવા શુભ યોગમાં સોનું, ચાંદી, વાહન, ઇલેક્ટ્રોનિક, ઘરેલૂ સામાન ખરીદવાથી પરિવારમાં સૌભાગ્ય વધે છે.
અન્ય સમાચારો પણ છે...