• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri 2021; Shaktipeeth Of Himachal: Nayana Devi Are Worship Of Mata Sati Eyes And Jwala Temple Does Not Have Mother's Idol

હિમાચલના 2 શક્તિપીઠ:નયના દેવીમાં માતાની આંખનું પૂજન થાય છે, જ્વાલા મંદિરમાં માતાની મૂર્તિ જ નથી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવી સતીની આંખ પડવાથી નયના દેવી નામ પડ્યું અને ધરતીમાંથી બહાર આવેલી આગની જ્વાળાઓના કારણે જ્વાલા દેવી તીર્થ બન્યું

હિમાચલનું નયના દેવી અને જ્વાલા દેવી તીર્થ 51 શક્તિપીઠમાં સામેલ છે. માર્કંડેય પુરાણ પ્રમાણે જ્યાં માતા સતીની આંખ પડી હતી ત્યાં નયના દેવી તીર્થ છે અને માતાની આંખની પૂજા કરવામાં આવે છે. આ સિવાય જ્યાં દેવીની જીભ પડી હતી તે જગ્યાને જ્વાલા દેવી શક્તિપીઠ કહેવામાં આવે છે. નૈનીતાલમાં નૈની તળાવના કિનારે આ તીર્થ આવેલું છે. આ તીર્થ માટે કહેવામાં આવે છે કે, લગભગ 500 વર્ષ પહેલાં અહીં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ પહેલાં શાક્ત ઉપાસક અહીં ગુપ્ત રૂપથી સાધના કરતાં હતાં. જ્વાળા દેવી શક્તિપીઠ માટે જણાવવામાં આવે છે કે, આ જગ્યાએ ઠંડીની ઋતુમાં ધરતીમાંથી જ્વાળા બહાર આવે છે. જે ક્યારેય ઓલવાતી નથી. અહીં સૌથી પહેલાં પાંડવોએ પૂજા કરી હતી તેવી માન્યતા છે.

દેવી સતીની આંખ પડવાથી નયના દેવી નામ પડ્યું
દેવી સતીની આંખ પડવાથી નયના દેવી નામ પડ્યું

નયના દેવીઃ માતાના આંખની પૂજા-
નયના દેવી મંદિર નેપાળની પગોડા અને ગૌથિક શૈલીમાં બનેલું છે. કહેવાય છે કે, આ મંદિર 15મી સદીમાં બનાવવામાં આવ્યું છે, પરંતુ ભૂકંપના કારણે તે નષ્ટ થઇ ગયું હતું અને 1883માં સ્થાનિક લોકોની મદદથી મંદિર ફરી બનાવવામાં આવ્યું હતું. મંદિરની અંદર નૈના દેવી સાથે ગણેશજી અને માતા કાળીની પણ મૂર્તિઓ છે. મંદિરના પ્રવેશદ્વાર ઉપર પીપળાનું એક મોટું વૃક્ષ છે. અહીં માતા પાર્વતીને નંદા દેવી કહેવામાં આવે છે. મંદિરમાં નંદા આઠમે દેવી પાર્વતીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે.

સતીની આંખ પડી હતી-
માન્યતા છે કે, જ્યારે શિવ સતીનો મૃત દેહ લઇને કૈલાશ પર્વત જઇ રહ્યા હતાં, ત્યાં જ્યાં-જ્યાં તેમના શરીરના અંગ પડ્યાં ત્યાં-ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ. કહેવાય છે કે, નૈની તળાવ પહેલાં તે જગ્યાએ દેવી સતીના નેત્ર પડ્યાં હતાં. તેનાથી જ પ્રેરિક થઇને આ મંદિરનું નામ નયના દેવી પડ્યું. પ્રચલિત માન્યતા પ્રમાણે માતા નયના દ્વારા પડેલાં આંસુએ જ તળાવનું સ્વરૂપ લઇ લીધું અને તેના જ કારણે આ જગ્યાનું નામ નૈનીતાલ પડ્યું. આ મંદિરની અંદર નૈના દેવી માતાની બે આંખ બની છે. આ આંખના દર્શનથી જ માતાના આશીર્વાદ મળી જાય છે. નૈના દેવીના આ મંદિરની માન્યતા છે કે, જો કોઇ ભક્ત આંખની સમસ્યાથી પરેશાન હોય અને તે નૈના માતાના દર્શન કરી લે તો જલ્દી જ ઠીક થઇ જાય છે. નૈના દેવી નામનું એક અન્ય મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પણ છે.

ધરતીમાંથી બહાર આવેલી આગની જ્વાળાઓના કારણે જ્વાલા દેવી તીર્થ બન્યું
ધરતીમાંથી બહાર આવેલી આગની જ્વાળાઓના કારણે જ્વાલા દેવી તીર્થ બન્યું

જ્વાલા દેવીઃ 9 જ્વાળાઓ સ્વરૂપમાં દેવીની પૂજા-
હિમાચલ પ્રદેશમાં કાંગડાથી 30 કિલોમીટર દૂર જ્વાળા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. જ્વાળા મંદિરને જોતાવાળી માતાનું મંદિર પણ કહેવામાં આવે છે. અહીં કોઇ મૂર્તિની પૂજા થતી નથી પરંતુ ધરતીમાંથી બહાર આવતી નવ જ્યોતની પૂજા કરવામાં આવે છે. 51 શક્તિપીઠમાંથી એક આ મંદિરમાં દેવીના અગ્નિનું સ્વરૂપને પૂજવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં દેવી સતીની જીભ પડી હતી.

9 જ્વાળાઓ સ્વરૂપમાં નવ દેવીઓ-
9 જ્વાળાઓમાં મુખ્ય જ્વાળા માતા જે ચાંદીના દીવાની વચ્ચે સ્થિત છે તેમને મહાકાળી કહેવામાં આવે છે. અન્ય આઠ જ્વાળાઓ સ્વરૂપમાં માતા અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી માતાની પૂજા જ્વાળાઓ સ્વરૂપમાં કરવામાં આવી છે. માન્યતા પ્રમાણે સૌથી પહેલાં પાંડવોએ અહીં પૂજા કરી હતી. નવરાત્રિમાં વિશેષ પૂજાનું પણ મહત્ત્વ છે.

અકબર અને અંગ્રેજોએ જ્વાળાઓ ઓલવવાની કોશિશ કરી હતી-
મુઘલકાળમાં બાદશાહ અકબરે અહીં જ્વાળાને ઓલવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ રહ્યા નહીં. ત્યાર બાદ બ્રિટિશ કાળમાં અંગ્રેજોએ પણ જ્વાળા ઓલવવાની અસફળ કોશિશ કરી હતી. જ્વાળા દેવી શક્તિપીઠમા માતાની જ્વાળા સિવાય એક અન્ય ચમત્કાર જોવા મળે છે. આ મંદિર ગોરખનાથનુ મંદિર પણ કહેવાય છે. મંદિર પરિસર પાસે જ એક જગ્યાએ ગોરખ ડબ્બી છે. અહીં સ્થિત કુંડમાં જોવાથી એવું લાગે છે જાણે, ગરમ પાણી ઉકળી રહ્યું છે પરંતુ સ્પર્શ કરવાથી તે કુંડનું પાણી ઠંડું લાગે છે.