• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri 2021, Navratri Goddess Durga Puja Vidhi, Navratri Will Be Celebrated In Durlabh Yoga Of Jupiter Saturn In Capricorn, What Day Should Be Offered To Goddess Durga

આજથી નવરાત્રિ:60 વર્ષ પછી મકર રાશિમાં ગુરુ-શનિના યોગમાં નોરતા ઊજવાશે, દેવી દુર્ગાને કયા દિવસે શું ભોગ ધરાવવો?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી (7 ઓક્ટોબર) દેવી દુર્ગાનો મહાપર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યો છે. આ વખતે આ પર્વ આઠ દિવસનો રહેશે અને 14 ઓક્ટોબરના રોજ નોમ તિથિએ પૂર્ણ થશે. આ વર્ષે નવરાત્રિની શરૂઆતમાં શનિ અને ગુરુ એકસાથે મકર રાશિમાં રહેશે. આ એક દુર્લભ યોગ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે 2021થી 60 વર્ષ પહેલાં 10 ઓક્ટોબર 1961ના રોજ ગુરુ-શનિના મકર રાશિમાં રહેતા શારદીય નવરાત્રિ ઊજવવામાં આવી હતી. આ વખતે નવરાત્રિમાં જ 11 ઓક્ટોબરના રોજ શનિ મકર રાશિમાં માર્ગી થઈ જશે. નવરાત્રિમાં ગુરુ મકર રાશિમાં વક્રી અને નીચનો રહેશે. શનિ પોતાની રાશિ મકરમાં વક્રીથી માર્ગી થઈ જશે.

આ વખતે નવરાત્રિ આઠ દિવસ જ રહેશે અને માતાનું આગમન ડોલીમાં થઈ રહ્યું છે. દેવી દુર્ગાની વિદાય પણ ડોલીમાં જ થશે. એકમ એટલે 7 ઓક્ટોબરના રોજ ઘટ સ્થાપના સાથે શક્તિ પૂજન શરૂ થશે. એકમથી નોમ તિથિ સુધી દુર્ગાજીની પૂજા કરનાર ભક્તોએ ધર્મ પ્રમાણે રહેવું જોઈએ. શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. નવરાત્રિનું વ્રત કરનાર લોકોએ શુદ્ધતા અને સંયમનું પાલન કરીને વ્રત-ઉપવાસ કરવા જોઈએ. આ વખતે નવરાત્રિમાં ચોથ તિથિનો ક્ષય હોવાથી ત્રીજ અને ચોથ એક જ દિવસે ઊજવાશે.

અન્ય સમાચારો પણ છે...