શક્તિ આરાધના:મહાપૂજાના બે દિવસ જ વ્રત-ઉપવાસ અને કન્યા ભોજન કરાવવાથી નવરાત્રિના નવ દિવસનું પૂર્ણ ફળ એકસાથે મળે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કંડેય પુરાણ પ્રમાણે નવરાત્રિની આઠમ અને નોમના દિવસે દેવીની મહાપૂજાનું વિધાન છે

નવરાત્રિમાં દરરોજ દેવીની પૂજા, વ્રત-ઉપવાસ અને કન્યા ભોજન કરાવવામાં આવે છે. પરંતુ વ્યસ્તતા અને આર્થિક સ્થિતિના કારણે થોડાં લોકો માટે તે સંભવ નથી. તેના માટે નવરાત્રિમાં 2 વિશેષ દિવસ ઉલ્લેખવામાં આવ્યાં છે. જેમાં કરવામાં આવતી દેવી પૂજા, વ્રત અને કન્યા ભોજથી નવરાત્રિની દેવીની આરાધના કરવા જેટલું ફળ મળી શકે છે. કાશીના પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે જો નવ દિવસ સુધી દેવી પૂજા, વ્રત-ઉપવાસ અને કન્યા ભોજન કરાવી શકો નહીં તો કંઇ જ વાંધો નહીં. માર્કંડેય પુરાણ પ્રમાણે નવરાત્રિની આઠમ અને નોમ તિથિએ દેવીની મહાપૂજાનું વિધાન છે. મહાપૂજાના આ 2 દિવસોમાં સંપૂર્ણ નવરાત્રિનું ફળ મળી શકે છે.

દેવી પૂજાના વિશેષ દિવસ-
સંપૂર્ણ નવરાત્રિ દેવી પૂજા કરી શકો નહીં તો આઠમ અને નોમના દિવસે દેવીની મહાપૂજા કરવાથી નવરાત્રિની દેવી આરાધનાનું ફળ મળી શકે છે. માર્કંડેય પુરાણ પ્રમાણે આ બે દિવસોમાં દરેક પ્રકારની પૂજન સામગ્રીથી દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવી જોઇએ. દુર્ગા સપ્તશતીનો પાઠ અને હવન કરાવવાથી દેવીના આશીર્વાદ મળી શકે છે.

માર્કંડેય પુરાણ પ્રમાણે નવરાત્રિની આઠમ અને નોમના દિવસે દેવીની મહાપૂજાનું વિધાન છે
માર્કંડેય પુરાણ પ્રમાણે નવરાત્રિની આઠમ અને નોમના દિવસે દેવીની મહાપૂજાનું વિધાન છે

મહાપૂજા ઉપર વ્રત-ઉપવાસ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે કોઇ કારણે નવ દિવસ સુધી વ્રત કરી શકો નહીં તો મહાપૂજાના દિવસે વ્રત કે ઉપવાસ કરવો જોઇએ. નવરાત્રિની દુર્ગાષ્ટમી અને મહાનવમીએ નિરાહાર એટલે કંઇપણ ખાધા વિના દેવીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ શકે છે. સાથે જ, પોઝિટિવ ઊર્જા વધે છે અને માનસિક શાંતિ પણ મળે છે. આ બે દિવસે વ્રત-ઉપવાસથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થઇ શકે છે.

નવરાત્રિની દુર્ગાષ્ટમી અને મહાનવમીએ નિરાહાર એટલે કંઇપણ ખાધા વિના દેવીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ શકે છે
નવરાત્રિની દુર્ગાષ્ટમી અને મહાનવમીએ નિરાહાર એટલે કંઇપણ ખાધા વિના દેવીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ શકે છે

કન્યા ભોજના 2 દિવસ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે નવરાત્રિની મહાપૂજાના બે દિવસોમાં કન્યા ભોજન કરાવવાથી દેવી ઉપાસનાનું પૂર્ણ ફળ મળે છે. સંપૂર્ણ નવરાત્રિ કન્યા ભોજન કરાવી શકો નહીં તો આઠમ અને નોમ તિથિએ કન્યાઓની પૂજા અને ભોજન કરાવવાથી દેવી અન્નપૂર્ણા સાથે મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.