• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Navratri 2021: Devi Temple Surrounded By Seven Mountains In Maharashtra, Hence The Name Saptashrringi, Kali Temple Spread Over 25 Acres In Calcutta.

શક્તિ તીર્થ:મહારાષ્ટ્રમાં દેવીનું સપ્તશ્રૃંગી મંદિર સાત પર્વતોથી ઘેરાયેલું છે, કોલકાતામાં કાળી મંદિર લગભગ 25 એકરમાં બનેલું છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતાઃ જ્યાં મહિષાસુરનો વધ થયો હતો ત્યાં સપ્તશ્રૃંગી તીર્થ બન્યું હતું, કોલકાતાની મહારાણીને સપનામાં મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો

મહારાષ્ટ્રમાં નાસિક પાસે વણી ગામમાં દેવી સપ્તશ્રૃંગીનું મંદિર છે. આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે દેવીએ અહીં મહિષાસુરનો વધ કર્યો હતો. જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ મનાય છે. ગોદાવરી નદીના કિનારે બનેલાં આ મંદિરમાં દેવીની પૂજા ત્રણ મહાશક્તિઓ એટલે સરસ્વતી, કાળી અને મહાલક્ષ્મી સ્વરૂપે કરવામાં આવે છે. ત્યાં જ, કોલકાતાનું કાલી ઘાટ મંદિર એટલે પ્રસિદ્ધ છે કેમ કે, ગ્રંથો પ્રમાણે ત્યાં દેવી સતીના જમણા પગની 4 આંગળી ખરી પડી હતી. ગંગા નદીના કિનારે બનેલાં દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દેવી કાલિકાની વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં જ રામકૃષ્ણ પરમહંસે દેવીની વિશેષ આરાધના કરી હતી. તેમના દ્વારા કરવામાં આવતી દેવી પૂજા સાથે જોડાયેલાં અનેક ચમત્કાર આજે પણ સાંભળવામાં આવે છે. આ મંદિર શિવ-શક્તિનું પ્રતિક છે. અહીં મુખ્ય મંદિરની ચારેય બાજુ શિવજીના 12 મંદિર બનેલાં છે.

સપ્તશ્રૃંગી માતાઃ સાત પર્વતોની દેવી-
મહારાષ્ટ્રના નાસિકના વણી ગામમાં સપ્તશ્રૃંગી દેવી માતાનું આ મંદિર ગોદાવરી નદીના કિનારે બનેલું છે. આ પર્વત ઉપર પાણીના 108 કુંડ છે. જે આ સ્થાનની સુંદરતાને અનેક ગણું વધારે છે. અહીં દેવીને બ્રહ્મસ્વરૂપિણીના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, બ્રહ્મ દેવતાના કમંડળથી ઉત્પન્ન ગિરિજા મહાનદી દેવી સપ્તશ્રૃંગીનું જ સ્વરૂપ છે.

માન્યતાઃ- અહીં મહિષાસુરનો વધ થયો હતો-સપ્તશ્રૃંગીની મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના ત્રિગુણ સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મહિષાસુર રાક્ષસના વિનાસ માટે બધા દેવી-દેવતાઓએ માતાની આરાધના કરી હતી ત્યારે દેવી માતા સપ્તશ્રૃંગી અવતારમાં પ્રકટ થયાં અને આ જગ્યાએ તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો.

કાળી મંદિરઃ શિવ-શક્તિનું પ્રતિક-
કોલકાતાના ઉત્તરમાં વિવેકાનંદ પુલ પાસે દક્ષિણેશ્વર કાળી મંદિર છે. તે વિશ્વમાં માતા કાળીનું સૌથી પ્રસિદ્ધ મંદિર છે. ભારતના સાંસ્કૃતિક ધાર્મક તીર્થ સ્થળમાં પણ દક્ષિણેશ્વર કાળી મંદિર સૌથી ખાસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જાન બજારની મહારાણી રાસમણિએ સપનું જોયું હતું, તેમના પ્રમાણે માતા કાળીએ તેમને નિર્દેશ આપ્યો હતો કે, મંદિરનું નિર્માણ કરવામાં આવે. આ ભવ્ય મંદિરમાં માતાની મૂર્તિ શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરવામાં આવી છે.

દક્ષિણેશ્વર માતા કાળીના મુખ્ય મંદિરની અંદરના ભાગમાં ચાંદીથી બનેલાં કમળના ફૂલની હજાર પાંખડીઓ છે. તેના ઉપર માતા કાળી શસ્ત્રો સહિત ભગવાન શિવ ઉપર ઊભા છે. કાળી માતાનું મંદિર નવરત્નની જેમ બનેલું છે. આ વિશાળ મંદિરની ચારેય બાજુ ભગવાન શિવના બાર મંદિર સ્થાપિત કરવામાં આવ્યાં છે.

દેવી કાળીની પ્રતિમા-દક્ષિણેશ્વર કાળી મંદિરમાં દેવી કાળીના પ્રચંડ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત છે. આ મૂર્તિમાં દેવી કાળી ભગવાન શિવની છાતિ ઉપર પગ રાખીને ઊભા છે. તેમના ગળામાં નરમુંડોની માળા છે. તેમના હાથમાં ખડગ તથા થોડાં નરમુંડ છે. તેમની કમરમાં પણ થોડાં નરમુંડ બાંધેલાં છે. તેમની જીભ બહાર નીકળેલી છે. તેમની જીભમાંથી લોહીના થોડાં ટીપા બહાર પડી રહ્યા છે.

અદભૂત રામાયણમાં તેમના આ સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે-અદભૂત રામાયણ ગ્રંથ પ્રમાણે એક બાજુ રાવણ હતો જેના હજાર માથા હતાં. શ્રીરામ જ્યારે રાવણ સાથે લડવા ગયા ત્યારે તેમને તીર વાગી ગયા અને તેઓ બેભાન થઇ ગયાં. આ જોઇને સીતાજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણએ કાળી સ્વરૂપમાં રાવણનો વધ કરી તેમનું માથું કાપી નાખ્યું અને રાવણના મુંડોની માળા પહેરી લીધી. તેમનો ગુસ્સો શાંત થઇ રહ્યો નહોતો ત્યારે શિવજી તેમની સામે સૂઇ ગયાં. ત્યાર બાદ સીતા સ્વરૂપ કાલિકા શાંત થયાં. એટલે ગુસ્સાને શાંત રાખવા માટે આ દેવીની પૂજા કરવામાં આવે છે.