ભારતીય કાલગણનામાં દર વર્ષે સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમા આવી જાય છે ત્યારે ગરમી વધવા લાગે છે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ પ્રસાદ મિશ્રના જણાવ્યા પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ એટલે 25 મેના રોજ સૂર્ય કૃતિકાથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. સૂર્યના નક્ષત્ર બદલાતા જ નૌતપા શરૂ થઈ જશે. એટલે 9 દિવસ સુધી ભારે ગરમી રહેશે. પરંતુ આ વખતે શનિ વક્રી હોવાથી તેનો પ્રભાવ ઓછો રહેશે.
નૌતપા પરંપરાઃ-
પરંપરા પ્રમાણે નૌતપા દરમિયાન મહિલાઓ હાથ-પગમાં મહેંદી લગાવે છે. કેમ કે, મહેંદીની તાસીર ઠંડી હોવાથી ગરમીથી રાહત મળે છે. આ દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં પીવામાં આવે છે અને જળદાન પણ કરવામાં આવે છે. જેથી પાણીની ઉણપથી કોઇ બીમાર થાય નહીં. આ ગરમીથી બચવા માટે દહીં, માખણ અને દૂધનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. સાથે જ, નારિયેળ પાણી અને ઠંડક આપતી અન્ય વસ્તુઓ પણ ખાવામાં આવે છે. નૌતપા વિશે શ્રીમદભાગવત અને વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ સૂર્ય-સિદ્ધાંતમાં ઉલ્લેખવામાં આવ્યું છે.
ગ્રહ-નક્ષત્રો પ્રમાણે નૌતપાઃ-
પં. મિશ્રાએ જણાવ્યું કે, 25મેના રોજ બપોરે લગભગ 1-18 વાગ્યે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં થઇને વૃષભ રાશિના 10 થી 20 અંશ સુધી રહે છે ત્યારે નૌતપા થાય છે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ 15 દિવસ સુધી રહેશે. પરંતુ શરૂઆતના 9 દિવસોમાં ગરમી ખૂબ જ વધી જાય છે. એટલે આ 9 દિવસના સમયને નૌતપા કહેવામાં આવે છે. આ સમય 25 મેથી 2 જૂન સુધી રહેશે. રોહિણી દરમિયાન વરસાદ થાય તો તેને રોહિણી નક્ષત્રનું નિષ્ફળ થવું પણ કહેવામાં આવે છે.
શનિ વક્રી રહેવાના કારણે તાપમાન ઓછું રહેશેઃ-
આ વખતે નૌતપા પહેલા 23 મેના રોજ શનિ ગ્રહ પોતાની જ રાશિ મકરમા વક્રી થઈ ગયો છે. એટલે તે ગરમીથી રાહત પણ અપાવી શકે છે. એટલે દેશના થોડા ભાગમા ઓછો તો કોઇ જગ્યાએ ભારે પવન અને તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે. નૌતપાના છેલ્લાં બે દિવસ ભારે હવા અને વરસાદ થવાના યોગ બની રહ્યા છે.
વરસાદ થવાના યોગઃ-
આ વર્ષ સંવત્સરના રાજા મંગળ છે અને રોહિણીનો નિવાસ સમુદ્રમા છે. જેથી વરસાદ તો સમયે આવી જશે પરંતુ કોઈ જગ્યાએ ઓછો તો કોઈ જગ્યાએ વધારે વરસાદ થઈ શકે છે. આ વખતે દેશના રણ અને પર્વત વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદના કારણે અનાજ અને પાક વધારે સારો રહેશે. પાક, દૂધ અને પેય પદાર્થોમા તેજી રહેશે. જવ, ઘઉં, રાઈ, ચણા, બાજરો, મગનો પાક સારો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.