તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Nautapa 2021 Kya Kare Nautapa Me; Puja Vidhi Fasting Upvas Rules, Importance (Mahatva) And Significance Help The Needy During Nautapa

3 જૂન સુધી નૌતપા:આ દરમિયાન ઝાડ-છોડ વાવવાની પરંપરા છે, આ કામથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ થતું નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નૌતપા દરમિયાન અનાજ, જળ, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલ દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે

નૌતપા 25 મેથી 3 જૂન સુધી રહેશે. આ દરમિયાન વૈશાખ મહિનાના વદ પક્ષના શરૂઆતના દિવસ રહેશે. આ દિવસોમાં દાન અને ઝાડ-છોડ વાવવાની પરંપરા છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમા હોય છે ત્યારે ગરમી સામે રક્ષા આપતી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આવું કરવાથી જે પુણ્ય મળે છે તે ક્યારેય નષ્ટ થતું નથી. સાથે જ આ દિવસોમાં કરવામાં આવેલાં કાર્યોથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ પણ નષ્ટ પામે છે.

પુરાણો કહે છે દાન કરો અને ઝાડ-છોડ વાવોઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન ઝાડ-છોડ વાવવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે. નૌતપા દરમિયાન ઝાડ-છોડમા પાણી પીવડાવવાથી દેવતાઓ અને પિતૃઓ પ્રસન્ન થાય છે સાથે જ ગ્રહોના અશુભ ફળમા પણ ઘટાડો આવે છે.

ગરુડ, પદ્મ અને સ્કંદ પુરાણ સાથે જ પરંપરાઓ પ્રમાણે નૌતપામા જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. કેમ કે નૌતપા વૈશાખ મહિના દરમિયાન આવે છે. આ સમયગાળા દરમિયાન અનાજ, જળ, કપડા, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરવાની પરંપરા છે.

નૌતપામા જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. કેમ કે નૌતપા વૈશાખ મહિના દરમિયાન આવે છે
નૌતપામા જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. કેમ કે નૌતપા વૈશાખ મહિના દરમિયાન આવે છે

પીપળો, આંબળા અને તુલસી દ્વારા અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશેઃ-
પદ્મ, વિષ્ણુધર્મોત્તર અને સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પીપળો, આંબળા અને તુલસી વાવવાથી અનેક ગણુ પુણ્ય મળે છે. અન્ય પુરાણો પ્રમાણે આ પવિત્ર ઝાડ-છોડને વાવવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. સાથે જ લીમડો, બીલીપાન, વડ, આમલી અને આંબાના ઝાડ પણ વાવવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે. આ ઝાડ-છોડ વાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓથી પણ છુટકાર મળવા લાગે છે.

નૌતપા દરમિયાન ઝાડ-છોડનું ધ્યાન રાખવુંઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ધરતી ઉપર સૂર્યની ગરમી વધી જાય છે. એવામાં ધરતીની અંદર રહેલ પાણી ઘટવા લાગે છે અને ઝાડ-છોડને પાણી મળી શકતું નથી. એટલે ધર્મ ગ્રંથોમા નૌતપા દરમિયાન ઝાડ-છોડનું ધ્યાન રાખવાની પરંપરા જણાવવામાં આવી છે.

નૌતપામા ગરમી વધી જવાથી શરીરમા પાણી ઘટી જવાનો ભય રહે છે. એટલે આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડક આપતી વસ્તુઓ દાન કરવાની પરંપરા છે
નૌતપામા ગરમી વધી જવાથી શરીરમા પાણી ઘટી જવાનો ભય રહે છે. એટલે આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડક આપતી વસ્તુઓ દાન કરવાની પરંપરા છે

નૌતપા દરમિયાન શું કરવું જોઈએઃ-
સવારે પૂજા અને દાનનો સંકલ્પ કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને સત્તૂ, પાણીનો ઘડો, પંખો કે તાપથી બચવા માટે છત્રી પણ દાન કરી શકો છો. નૌતપા દરમિયાન રોહિણી નક્ષત્રમાં સૂર્ય હોય છે. આ નક્ષત્રના સ્વામી બ્રહ્માજી છે. એટલે નૌતપામા લોટથી બનેલા ભગવાન બ્રહ્માની મૂર્તિ બનાવીને પૂજા કરવાનું પણ વિધાન છે. પૂજા પછી લોટની મૂર્તિનું વિસર્જન પાણીમા કરી દો. તેનાથી માછલીઓને પણ ભોજન મળશે. આવું કરવાથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે.

આ વસ્તુઓનું પણ દાન કરોઃ-
નૌતપામા ગરમી વધી જવાથી શરીરમા પાણી ઘટી જવાનો ભય રહે છે. એટલે આ દિવસોમાં જરૂરિયાતમંદ લોકોને ઠંડક આપતી વસ્તુઓ દાન કરવાની પરંપરા છે. આવું કરવાથી પુણ્ય મળે છે. નૌતપા દરમિયાન આંબો, નારિયેણ, ગંગાજળ, દહીં, પાણીથી ભરેલું માટીનું માટલું, સફેદ કપડા અને છત્રી દાન કરવી જોઈએ.