તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવાર:આજે સૂર્યદેવ સાથે નર્મદા નદીની પણ પૂજા કરો, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે

8 દિવસ પહેલા
  • મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ નર્મદા જયંતી ઊજવવામાં આવે છે

શુક્રવાર, 19 ફેબ્રુઆરીએ એટલે આજે મહા મહિનાના સુદ પક્ષની સાતમ છે. આ તિથિએ નર્મદા નદીની જયંતી ઊજવવામાં આવે છે. જેને રથ સાતમ પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. કેમ કે, સાતમ તિથિએ સૂર્ય પૂજા કરવાની પરંપરા છે. શુક્રવારે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહે છે. આ યોગમાં કોઇપણ શુભ કામની શરૂઆત કરવામાં આવી શકે છે. સર્વાર્થસિદ્ધિ યોગ બધા કામને સિદ્ધ કરનાર માનવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે રથ સાતમ તિથિએ પૂજા કર્યા પછી દાન-પુણ્ય કરવું જોઇએ. નર્મદા નદીના કિનારે જઇને પૂજા કરી શકો નહીં તો પોતાના ઘરમાં જ નર્મદાનું ધ્યાન કરીને પૂજા કરવી જોઇએ.

નર્મદા નદી સાથે જોડાયેલી ખાસ વાતોઃ-
માન્યતા છે કે નર્મદા નદીની ઉત્પત્તિ શિવજીના પરસેવાના ટીપાથી થઇ છે. શિવજીની કૃપાથી નર્મદા નદી સ્વરૂપમાં વહી રહી છે. તેને રેવાના નામે પણ ઓળખવામાં આવે છે. મૈકલ પર્વત ઉપર ઉત્પન્ન થવાના કારણે તેને મૈકાલે સુતા પણ કહેવામાં આવે છે.

આ નદી અમરકંટક પર્વત ઉપરથી આવે છે અને લગભગ 1200 કિમીનો સફર કર્યા પછી ગુજરાતના ખંભાતમાં અરબ સાગરમાં મળી જાય છે. સ્કંદ પુરાણ પ્રમાણે, નર્મદા પ્રલય કાળમાં પણ રહેશે. મત્સ્ય પુરાણ પ્રમાણે નર્મદાના દર્શન કરવાથી પવિત્રતા આવે છે. આ નદી દેશની સાત પવિત્ર નદીઓમાંથી એક છે.

સૂર્યદેવની પૂજા આવી રીતે કરોઃ-
સાતમ તિથિએ સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરો અને તેમાં લાલ ફૂલ અને ચોખા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. સૂર્ય માટે ગોળનું દાન કરવું જોઇએ.

શુક્રવારના દિવસે આ શુભ કામ પણ કરોઃ-
આ તિથિએ પૂજા-પાઠ પછી કોઇ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન કરો. જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર અને ભોજન દાન કરો. કોઇ મંદિરમાં પૂજાપાઠ સાથે જોડાયેલી વસ્તુઓ અર્પણ કરો.

શિવલિંગ ઉપર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ 108વાર કરો. બીલીપાન, ધતૂરો, જનોઈ ચઢાવો. ચંદનથી તિલક કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ભોગમાં મીઠાઈ અર્પણ કરો.

હનુમાનજીના મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો