તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Narad Jayanti 2021; Who Is Narada Muni, Who Was The Father Of Lord Devrishi Narad? Interesting Facts And History About Narad Muni

આજે નારદ જયંતી:શાસ્ત્રોમા નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે, પોતાના જ્ઞાન અને ભક્તિ દ્વારા દેવતાઓના ઋષિ બન્યા

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રીમદભાગવત ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હું દેવર્ષીઓમા નારદ છું

આ વર્ષે નારદ જયંતી 27 મે અને પંચાંગ ભેદના કારણે થોડી જગ્યાએ 28 મેના રોજ ઊજવવામાં આવી રહી છે. નારદ જયંતી દેવઋષિ નારદ મુનિના જન્મદિવસ સ્વરૂપે અષાઢ મહિનાના વદ પક્ષની બીજ તિથિએ ઊજવવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે દેવર્ષિ નારદનો જન્મ બ્રહ્માજીના કંઠ દ્વારા થયો હતો. તેઓ બ્રહ્માજીના સાત માનસ પુત્રોમાંથી એક હતાં. માનસ પુત્ર એટલે મનથી જન્મેલાં. નારદજીએ બ્રહ્માજી પાસેથી સંગીતની શિક્ષા લીધી અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન થઇ ગયાં. બ્રહ્માજી નારદજીને લગ્ન કરીને સૃષ્ટિના કાર્યોમાં જોડાવાનું જણાવ્યું, પરંતુ તેમણે ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરી. જેથી બ્રહ્માજીએ નારદજીને કુંવારા રહેવાનો શ્રાપ આપ્યો. જેથી નારદ મુનિના લગ્ન થયાં નહીં.

દેવર્ષિ કેમ કહેવામાં આવે છેઃ-
શ્રીમદ ભાગવતગીતાના દસમાં અધ્યાયના 26માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ નારદજી માટે કહેવામાં આવ્યું છે- देवर्षीणाम् च नारद:। એટલે હું દેવર્ષિઓમાં નારદ છું. દેવર્ષિ નારદ, મહાગ્રંથોને રચનાર ઋષિ વેદવ્યાસ, વાલ્મીકિ અને શુક્રદેવના ગુરુ છે. નારદજીએ જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અમ્બરીષ જેવા મહાન ભક્તોને જ્ઞાન અને પ્રેરણા આપીને ભક્તિ માર્ગમાં આગળ વધાર્યાં. આ કારણે તેમને દેવર્ષિ પદ આપવામાં આવ્યું છે. એટલે તેઓ દેવતાઓના ઋષિ છે. થોડાં ગ્રંથો પ્રમાણે કઠોર તપસ્યા બાદ નારદજીને બ્રહ્મર્ષિ પદ પણ મળ્યું હતું. નારદજી ખૂબ જ જ્ઞાની હતાં, આ કારણે દૈત્ય હોય કે દેવી-દાનતા, દર જગ્યાએ તેમને સંપૂર્ણ સન્માન આપવામાં આવતું હતું.

ભગવાન શ્રીકૃષ્ણએ નારદજી માટે કહેવામાં આવ્યું છે- देवर्षीणाम् च नारद:। એટલે હું દેવર્ષિઓમાં નારદ છું.
ભગવાન શ્રીકૃષ્ણએ નારદજી માટે કહેવામાં આવ્યું છે- देवर्षीणाम् च नारद:। એટલે હું દેવર્ષિઓમાં નારદ છું.

સંગીત અને પત્રકારત્વ માટે નારદજી ખાસ છેઃ-

 • નારદજી શ્રૃતિ-સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ, યોગ વગેરે શાસ્ત્રોમાં પારંગત હતાં.
 • આ વાણી દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિના પ્રચાર કરનાર હતાં.
 • માં સરસ્વતીની કૃપા તેમના ઉપર હોવાથી તેઓ ખૂબ જ બુદ્ધિમાન અને સંગીતમાં નિપુણ હતાં.
 • નારદજીનું સન્માન દરેક લોકમાં થતું હતું. દેવતાઓ સિવાય જ્ઞાની, બુદ્ધિમાન અને ચતુર હોવાના કારણે દૈત્ય પણ નારદજીનું સન્માન કરતાં હતાં.
 • નારદજી વૃત્તાંતનું વહન કરનાર એક વિચારક હતાં. એટલે સંગીત અને પત્રકારત્વમાં રસ ધરાવતા લોકોએ નારદજીની ખાસ પૂજા કરવી જોઇએ.

નારદ મુનિએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો હતોઃ-
એકવાર નારદજીએ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરીને ગર્વ અનુભવ્યું હતું. તેમના ગર્વને તોડવા માટે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી સુંદર નગર બનાવ્યું. જ્યાં રાજકુમારીનો સ્વયંવર થઇ રહ્યો હતો. નારદજી ત્યાં ગયા અને રાજકુમારી ઉપર મોહિત થઇ ગયાં. નારદજી, ભગવાન વિષ્ણુનું સુંદર સ્વરૂપ ધારણ કરીને તે રાજકુમારીના સ્વયંવરમાં પહોંચ્યાં. પરંતુ ત્યાં પહોંચતા જ તેમનું મુખ વાનર જેવું થઇ ગયું. જેથી રાજકુમારીને ખૂબ જ ગુસ્સો આવ્યો. તે સમયે ભગવાન વિષ્ણુ રાજા સ્વરૂપમાં આવ્યાં અને રાજકુમારીને લઇને જતાં રહ્યાં.

નારદજીને જ્યારે સંપૂર્ણ વાત જાણવા મળી ત્યારે તેમણે ગુસ્સે થઇને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે, જે પ્રકારે આજે હું સ્ત્રી માટે વ્યાકુળ થઇ રહ્યો છું, તે પ્રકારે મનુષ્ય જન્મ લઇને તમારે પણ સ્ત્રીના વિયોગમાં રહેવું પડશે. માયાના પ્રભાવ દૂર થયો ત્યાર બાદ નારદજીને ખૂબ જ દુઃખ થયું. ત્યારે ભગવાને તેમને સમજાવ્યું કે, આ બધું જ માયાનો પ્રભાવ હતો, તેમાં તમારો કોઇ દોષ નથી. નારદજીના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુનો શ્રીરામ અવતાર થયો.

નારદજીનું સન્માન દરેક લોકમાં થતું હતું. દેવતાઓ સિવાય જ્ઞાની, બુદ્ધિમાન અને ચતુર હોવાના કારણે દૈત્ય પણ નારદજીનું સન્માન કરતાં હતાં.
નારદજીનું સન્માન દરેક લોકમાં થતું હતું. દેવતાઓ સિવાય જ્ઞાની, બુદ્ધિમાન અને ચતુર હોવાના કારણે દૈત્ય પણ નારદજીનું સન્માન કરતાં હતાં.

નારદ મુનિએ પાર્વતી માતાનો પતિ કેવો હશે તેના વિશે જણાવ્યું હતું-
સતીના આત્મદાહ બાદ દેવી શક્તિએ પર્વતરાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો. જ્યારે નારદજી ત્યાં ગયા ત્યારે રાજા હિમાલયને જણાવ્યું કે, તમારી કન્યામાં અનેક ગુણ છે. તે સ્વભાવથી જ સુંદર, સુશીલ અને શાંત છે. પરંતુ તેમના પિતા માતા-પિતા વિહીન, નિરાશાજનક, યોગી, જટાધારી અને સાપને ગળામાં ધારણ કરનાર હશે. આ સાંભળીને પાર્વતીજીના માતા-પિતા ચિંતિત થયા અને દેવર્ષિને તેનો ઉપાય પૂછ્યો. ત્યારે નારદજીએ જણાવ્યું, મેં જે દોષ જણાવ્યાં છે તે મારા અનુમાન પ્રમાણે બધા જ ભગવાન શિવમાં છે. શિવજી સાથે પાર્વતીજીના લગ્ન થઇ જશે તો આ દોષ ગુણ સમાન બની જશે. તમારી કન્યા તપ કરશે તો શિવજી પ્રાપ્ત થઇ શકે છે. ત્યાર બાદ પાર્વતીજીએ તેમની માતાને જણાવ્યું કે, તેમને સપનામાં એક બ્રાહ્મણએ જણાવ્યું કે, જે નારદજીએ જણાવ્યું છે તેને સત્ય સમજીને તપ કરો. આ તપ તમારા દુઃખનો નાશ કરશે. ત્યાર બાદ માતા-પિતાને સમજાવીને પાર્વતીજી તર કરવા જતાં રહ્યાં.