• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Nagpaling Is Around 450 Years Old In Lepakshi Temple Of Andhra Pradesh, The History Of This Temple Is Associated With The Ramayana Period

શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:આંધ્રપ્રદેશના લેપાક્ષી મંદિરમાં લગભગ 450 વર્ષ જૂનું નાગલિંગ છે, રામાયણ કાળ સાથે મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.
  • શ્રાવણ મહિનામાં આવતી નાગપાંચમ(આ વર્ષે 27 ઓગસ્ટ, શુક્રવાર)ના દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે

આંધ્રપ્રદેશના અનંતપુરમાં લેપાક્ષી મંદિર છે. આ મંદિર દક્ષિણ ભારતમાં આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યાં રોજ હજારો ભક્ત દર્શન માટે આવે છે. આ રહસ્યમયી મંદિરનું નિર્માણ વિજયનગર સામ્રાજ્યના કાળમાં પહાડ ઉપર હોવાના કારણે તેને કૂર્મ શૈલા પણ કહેવામાં આવે છે. જો પૌરાણિક માન્યતાને માનવામાં આવે તો આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું.

જો પૌરાણિક માન્યતાને માનવામાં આવે તો આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું.
જો પૌરાણિક માન્યતાને માનવામાં આવે તો આ મંદિરનું નિર્માણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યું હતું.

નાગપાંચમના દિવસે વિશેષ પૂજા થાય છેઃ-
મંદિરમાં નંદીજીની એક પથ્થરની બનેલી મોટી મૂર્તિ છે. જે 27 ફૂટ લાંબી અને લગભગ સાડા 4 ફૂટ ઊંચી છે. મંદિરમાં એક મોટું નાગલિંગ પણ છે, જે લગભગ 450 વર્ષ જૂનું છે. તેના ઉપર એક વિશાળ સાત ફૂટના શેષનાગની મૂર્તિ છે. શેષનાગ અને નંદીનું એક સાથે સ્થાપિત થવું એક દુર્લભ સંયોગ છે. શ્રાવણ મહિનામાં નાગપાંચમે અહીં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. અહીં રામલિંગેશ્વર નામનું અદભૂત શિવલિંગ છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં પાસે એક અન્ય શિવલિંગ સ્થાપિત છે, જેની સ્થાપના હનુમાનજીએ કરી હતી.

ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં પાસે એક અન્ય શિવલિંગ સ્થાપિત છે, જેની સ્થાપના હનુમાનજીએ કરી હતી.
ભગવાન રામે આ શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં પાસે એક અન્ય શિવલિંગ સ્થાપિત છે, જેની સ્થાપના હનુમાનજીએ કરી હતી.

ભગવાન રામે સ્થાપિત કર્યું હતું-
આ ધામમાં એક સ્વયંભૂ શિવલિંગ પણ છે જેને શિવજીનો રૌદ્ર અવતાર એટલે વીરભદ્ર અવતાર માનવામાં આવે છે. 15મી સદી સુધી આ શિવલિંગ ખુલ્લા આકાશ નીચે વિરાજમાન હતું, પરંતુ વિજયનગર રજવાડાએ આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. અહીં એક અદભૂત શિવલિંગ રામલિંગેશ્વરને લઇને માન્યતા છે કે, આ શિવલિંગ જટાયુના અંતિમ સંસ્કાર બાદ ભગવાન રામે સ્વયં સ્થાપિત કર્યું હતું. તેની પાસે જ એક અન્ય હનુમાલિંગેશ્વર શિવલિંગ છે. શ્રીરામ બાદ મહાબલિ હનુમાનજીએ પણ અહીં ભગવાન શિવની સ્થાપના કરી હતી.

શ્રાવણ મહિનામાં આવતી નાગપાંચમ(આ વર્ષે 27 ઓગસ્ટ, શુક્રવાર)ના દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે
શ્રાવણ મહિનામાં આવતી નાગપાંચમ(આ વર્ષે 27 ઓગસ્ટ, શુક્રવાર)ના દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે

હવામાં સ્તંભ લટકે છેઃ-
મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું છે અને એક પથ્થરનું માળખું છે. આ મંદિરમાં એક પથ્થરનો સ્તંભ છે. આ સ્તંભની લંબાઈ 27 ફૂટ અને ઊંચાઈ 15 ફૂટ છે. આ એક અદભૂત સ્તંભ છે. આ સ્તંભ જમીનને સ્પર્શ કરતો નથી. તેને લટકતો સ્તંભ પણ કહેવામાં આવે છે.

આ મંદિર સુધી કેવી રીતે પહોંચવુંઃ-
રેલવે માર્ગ:-
લેપાક્ષીથી નજીકનું ટ્રેન સ્ટેશન અનંતપુર છે. ત્યાંથી રોડ માર્ગે લેપાક્ષી પહોંચી શકાય છે.
હવાઈ માર્ગ:- લેપાક્ષી ગામથી આશરે 100 કિ.મી. દુર બેંગલોરમાં એરપોર્ટ આવેલું છે.
રોડ માર્ગ:- આંધ્રપ્રદેશના આ શહેરમાં વ્યક્તિગત વાહન દ્વારા પણ પહોંચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...