• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Nag Panchami 2021, Unknown Facts Of Snakes, 3000 Species Of Snakes In The World, More Than 320 In India, Myths And Truths Of Snakes In India

નાગપાંચમ:દુનિયામાં સાપની 3000થી વધારે પ્રજાતિઓ; ભારતમાં 320થી વધારે, બે મોઢાવાળા સાપથી લઇને ઉડતા સાપ સાથે જોડાયેલી માન્યતા અને હકીકત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપ કોઇ ઘટનાને યાદ રાખી શકતાં નથી, ક્યારેય બે મોઢાવાળા સાપ હોતા નથી
  • સાપને દૂધ પીવડાવવું જોઇએ નહીં, આ જીવ માંસાહારી છે, સાપ દૂધ પચાવી શકતાં નથી

શુક્રવારના રોજ નાગપાંચમ છે. શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ નાગદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ઉજ્જૈનના સર્પ સંશોધન સંસ્થાના ડાયરેક્ટર મુકેશ ઇંગલે જણાવ્યું કે, સાપને દૂધ પીવડાવવું જોઇએ નહીં. આ જીવ માંસાહારી છે. સાપ દૂધ પચાવી શકતાં નથી. દૂધના કારણે સાપને નિમોનિયા થઇ જાય છે, જેના કારણે તે મૃત્યુ પામી શકે છે.

મુકેશ ઇંગલેનો પરિવાર પાંચ પીઢીઓથી સાપના રક્ષણનું કામ કરી રહ્યો છે. મુકેશ ઇંગલે 30 વર્ષથી સાપ ઉપર રિસર્ચ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, દુનિયાભરમાં સાપની 3000થી વધારે પ્રજાતિઓ છે. ભારતમાં લગભગ 320 અને મધ્ય પ્રદેશમાં લગભગ 42 પ્રજાતિઓના સાપ છે.

દેશમાં લગભગ 60 અને મધ્યપ્રદેશમાં માત્ર 4 પ્રકારના સાપ એવા છે, જેના ડંખવાથી વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે. આ ચાર સાપને બિગ ફોર કહેવામાં આવે છે. પહેલો- કોબરા, બીજો-કરૈત, ત્રીજો- રસૈલ વાઇપર અને ચોથો-સ્કૈલ્ડ વાઇપર.

કશ્યપ ઋષિ અને કદ્રૂથી નાગનો જન્મઃ-

નાગની ઉત્પત્તિ અંગે મહાભારતમાં એક કથા પ્રમાણે ઋષિ કશ્યપ અને દક્ષ પુત્રી કદ્રૂથી નાગનો જન્મ થયો છે. કદ્રૂ અને કશ્યપથી એક હજાર નાગ પ્રજાતિઓનો જન્મ થયો હતો. તેમાંથી આઠ નાગ મુખ્ય હતાં. વાસુકિ, તક્ષક, કુલક, કર્કોટક, પદ્મ, શંખ, ચૂડ, મહાપદ્મ અને ધનંજય. નાગની આ આઠ મૂળ પ્રજાતિઓ હતી.

આ નાગથી અનેક ઉપપ્રજાતિઓ બની. વાસુકિ આ બધા નાગના મોટા ભાઈ હતાં. તેઓ જ પુરાણોમાં નાગના રાજા કહેવાય છે. તક્ષકનો ઉલ્લેખ ભાગવતમાં રાજા પરીક્ષતને ડંખતી વખતે આવે છે. ધાર્મિક માન્યતાઓથી એકદમ અલગ વૈજ્ઞાનિક તથ્ય છે. વિજ્ઞાન સાબિતી વિના કોઇ વાત ઉપર વિશ્વાસ કરતું નથી. મુકેશ ઇંગલે પાસેથી જાણો સાપ સાથે જોડાયેલી હકીકતો.....

સાપને દૂધ પીવડાવવું જોઇએ નહીં, આ જીવ માંસાહારી છે, સાપ દૂધ પચાવી શકતાં નથી
સાપને દૂધ પીવડાવવું જોઇએ નહીં, આ જીવ માંસાહારી છે, સાપ દૂધ પચાવી શકતાં નથી

મણિધારી કે ઇચ્છાધારી સાપ હોય છે કે નહીં?
પ્રાચીન માન્યતા છે કે, થોડાં સાપ મણિધારી હોય છે. પરંતુ વિજ્ઞાન આ વાતને સ્વીકારતું નથી. કેમ કે, અત્યાર સુધી કોઇપણ રિસર્ચમાં એવા કોઇ સાપ વિશે જાણવા મળ્યું નથી. આ એક ભ્રમ છે. કોબરા સાપ જ્યારે ફેણ ફેલાવે છે ત્યારે તેના ફેણ ઉપર એક ચમકતું નિશાન જોવા મળે છે.

અંધારામાં જ્યારે તેના ઉપર પ્રકાશ પડે છે ત્યારે તે ચમકવા લાગે છે. જેના કારણે લોકો તેને જ મણિ માને છે. ઇચ્છાધારી સાપ જેવી વાતો માત્ર વાર્તાઓમાં જ પ્રચલિત છે. વાસ્તવિકતામાં એવો કોઇ સાપ હોતો નથી. આ અંગે અત્યાર સુધી કોઇ પ્રમાણ મળ્યાં નથી.

બે મોઢા ધરાવતા સાપની હકીકત શું છે?
સાપની અનેક પ્રકારની પ્રજાતિઓ છે. જેમાં થોડા સાપ એવા હોય છે, જેની પૂંછડી અણીદાર હોતી નથી, તે સાપના મોઢાની જેમ પહોળી હોય છે. આવા સાપ આગળ-પાછળ બંને જગ્યાએથી એક જેવા જ જોવા મળે છે. જાણકારીના અભાવના લીધે લોકો તેને બે મોઢાવાળા સાપ માને છે. આ પ્રકારના સાપ સામાન્ય સાપથી એકદમ અલગ હોય છે. આ સાપને લઇને ભ્રમ ફેલાયેલો છે કે, આ સાપનો ઉપયોગ પુરૂષની શક્તિ વધારવાની દવાઓમાં કરવામાં આવે છે. જેના કારણે તેમની તસ્કરી(સ્મગલિંગ) થાય છે. જોકે, આ બાબત સાચી નથી. આવો કોઇ સાપ હોતો જ નથી.

કોઇ સાપ ઉડી શકે?
હા, થોડાં સાપ એવા હોય છે જે ઉડવાની કળા જાણે છે. જેમને ક્રાઇસોપેલિયા (Chrysopelea) પ્રજાતિના કહેવામાં આવે છે. પરંતુ આ સાપ પક્ષીઓની જેમ ઉડી શકે છે. ઉડતા સાપ ઉપરથી નીચે આવતી સમયે હવામાં લહેરાય છે. તેઓ પોતાના શરીરને ફેલાવીને પહોળું કરી લે છે, જેના કારણે નીચે આવતી સમયે તેઓ ઉડતા જોવા મળે છે.

આના સાપ નીચેથી ઉપર તરફ ઉડી શકતાં નથી. ઉપર જવા માટ તેમણે વૃક્ષ ઉપર ચઢવું પડે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બિહાર જેવા રાજ્યોમાં આ સાપ જોઇ શકાય છે.

શું નાગ-નાગણ પોતાના સાથીના મૃત્યુનો બદલો પણ લે છે?
નહીં, આ વાત સાચી નથી. કેમ કે, સાપ કોઇપણ ઘટનાને યાદ રાખી શકતા નથી. તેમના મગજમાં તે ભાગ હોતો નથી જ્યાં તેઓ જૂની યાદ એકઠી કરી શકે. સાપ સતત પોતાની જીભ બહાર કાઢે છે, આ દરમિયાન તેઓ એક વિશેષ પ્રકારનું રસાયણ છોડે છે, જેને બીજા સાપ ગ્રહણ કરે છે. આ રસાયણની મદદે તેઓ એકબીજા સાથે સંવાદ કરે છે.

જ્યારે કોઇ વ્યક્તિ સાપને મારી નાખે છે, ત્યારે સાપ એકદમ જ વધું માત્રામાં રસાયણ છોડે છે. જેને સૂંઘીને તે ક્ષેત્રમાં રહેલાં અન્ય સાપ ત્યાં પહોંચી જાય છે અને લોકો સમજે છે કે, તેઓ સાપનો બદલો લેવા આવ્યાં છે. જો કોઇ સાપને મારે છે અને તેનું લોહી વ્યક્તિના કપડા ઉપર રહી જાય તો તે લોહીની ગંધને સૂંઘતા અન્ય સાપ તે વ્યક્તિનો પીછો કરી શકે છે.

શું બીનની ધૂન સાંભળી સાપ નાચે છે?
સાપ બીનની ધૂન સાંભળીને નહીં, સપેરાની હરકત ઉપર નજર રાખે છે. જેમ-જેમ સપેરો બીન લહેરાવે છે, સાપ પણ તે જ રીતે લહેરાય છે, જેના લીધે લોકો સમજે છે કે, સાપ નાચે છે. સાપ સ્થિર વસ્તુઓ ઉપર પ્રતિક્રિયા આપતો નથી, પરંતુ તેની સામે કોઇ વસ્તુ હલતી હોય તો સાપ તરત જ એક્શનમાં આવી જાય છે.

શું કોઇ સાપની મૂંછ હોય છે?
નહીં, આવો કોઇ સાપ હોતો નથી. સપેરાઓ સાપને પકડીને તેના મોઢા ઉપર ઘોડાના વાળ સીવી દે છે, જેને લોકો સાપની મૂંછ સમજે છે. સરિસૃપ(પેટે સરકીને ચાલતા જીવ) વર્ગના જીવના શરીર ઉપર ક્યારેય વાળ હોતા નથી.

શું સાપ કોઇ વ્યક્તિને સંમોહિત કરી શકે છે?
નહીં, આ વાત સાચી નથી. વ્યક્તિની આંખ ઉપર પાંપણ હોય છે, પરંતુ સાપની આંખ ઉપર પાંપણ હોતી નથી. જેના કારણે સાપને જોઇને એવું લાગે છે તે વ્યક્તિની સામે જોવે છે અને તેને સંમોહિત કરવાની કોશિશ કરે છે.