નાગપાંચમ:27 ઓગસ્ટના રોજ જીવિત સાપની પૂજા કરવી નહીં કે સાપને દૂધ પીવડાવવું નહીં, નાગદેવની મૂર્તિ પૂજામાં હળદર જરૂર ચઢાવવી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાપ માટે દૂધ ઝેર સમાન હોય છે, જેથી સાપને દૂધ પીવડાવવું નહીં

શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ નાગ પાંચમ છે. આ દિવસે જીવિત સાપની નહીં, નાગદેવતાની મૂર્તિની પૂજા કરવી જોઇએ. દર વર્ષે શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમે આ પર્વ ઊજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ભાગવત કથાકાર પં. મનીષ શર્મા પ્રમાણે સાપને દૂધ પીવડાવવું જોઇએ નહીં.

પાંચમના દિવસે નાગ મંદિરમાં અથવા ઘરમાં જ પૂજા કરવી જોઇએ-
પં. શર્મા પ્રમાણે ભગવાન શિવજી નાગને ઘરેણાં સ્વરૂપે ધારણ કરે છે. પાંચમ તિથિએ શિવજી સાથે નાગદેવની પણ પૂજા કરો. જીવિત સાપને દૂધ પીવડાવશો નહીં, મૂર્તિ ઉપર દૂધ અર્પણ કરો. નાગદેવની પ્રતિમાનું પૂજન ઘરમાં જ કરવું જોઇએ. સાપ માસાહારી હોય છે, આ જીવ દૂધ પીતા નથી. દૂધ સાપ માટે ઝેર સમાન હોય છે. જેના દ્વારા સાપ મૃત્યુ પામી શકે છે.

નાગ પૂજામાં હળદરનો ઉપયોગ જરૂર કરો-
નાગ પૂજામાં હળદરનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. ધૂપ, દીપ, અગરબત્તી પ્રગટાવીને પૂજા કરો. મીઠાઈનો ભોગ ધરાવો. નારિયેળ અર્પણ કરો. શિવલિંગ સાથે જ નાગદેવની પણ પૂજા કરો.

કાલસર્પ દોષ અને નાગ પાંચમ-
જ્યોતિષમાં કાલસર્પ દોષ રાહુ-કેતુ સાથે સંબંધિત જણાવવામાં આવે છે. રાહુનું મુખ સાપ જેવું હોવાના કારણે તેને સર્પ દોષ અથવા કાલસર્પ દોષ કહેવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં આ દોષ હોય છે, તેમણે રાહુ-કેતુની પૂજા કરવી જોઇએ.