શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:મુરુદેશ્વર મહાદેવ; રાવણના કારણે માત્ર બૈજનાથ જ્યોતિર્લિંગ જ નહીં, દક્ષિણ ભારતમાં પણ આ શિવલિંગ સ્થાપિત થયું

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું
 • કર્ણાટકના મુરુદેશ્વર મંદિરનો ઇતિહાસ બૈજનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને રાવણ સાથે જોડાયેલો છે
 • અરબ સાગરના કિનારે કર્ણાટકમાં બનેલાં આ શિવ મંદિરમાં ભગવાન શિવની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે

ભગવાન શિવજીના મંદિર આખી દુનિયામાં બનેલાં છે. ભગવાન શિવના અનેક એવા મંદિર છે, જેનો સંબંધ પૌરાણિક સમય સાથે જોડાયેલો છે. કર્ણાટકના મુરુદેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ શિવલિંગની સ્થાપનાનો સમય ત્યારનો માનવામાં આવે છે, જ્યારે રાવણ ભગવાન શિવને પ્રસન્ન કરીને આત્મલિંગ લઇને લંકા જઈ રહ્યો હતો અને દેવતાઓએ તેને રસ્તામાં જ રોકાઈ જવા માટે મજબૂર કરી દીધો, જ્યાં તે આત્મલિંગ રાખવામાં આવ્યું. તે સ્થાનને બૈજનાથ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, તે સમયે જ દક્ષિણ ભારતમાં આ શિવલિંગની સ્થાપના થઈ ગઈ હતી. ભારતના દક્ષિણ ભાગના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં જ મુરુદેશ્વર મંદિર છે. આ મંદિર અરબ સાગરના કિનારે બનેલું છે. દરિયાના કિનારે હોવાના કારણે અહીંનું પ્રાકૃતિક વાતાવરણ દરેક વ્યક્તિનું મન મોહી લે છે.

કર્ણાટકના મુરુદેશ્વર મંદિરનો ઇતિહાસ બૈજનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને રાવણ સાથે જોડાયેલો છે
કર્ણાટકના મુરુદેશ્વર મંદિરનો ઇતિહાસ બૈજનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને રાવણ સાથે જોડાયેલો છે

રાવણે જે આત્મલિંગ ધરતી ઉપર રાખ્યું હતું, તેની સાથે આ મંદિરનું કનેક્શન છે-
રામાયણ કાળમાં રાવણ જ્યારે શિવજી પાસેથી અમરતાનું વરદાન મેળવવા માટે તપસ્યા કરી રહ્યો હતો, ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને રાવણને એક શિવલિંગ આપ્યું, જેને આત્મલિંગ કહેવામાં આવે છે. આ આત્મલિંગ અંગે શિવજીએ રાવણને કહ્યું હતું કે આ આત્મલિંગને લંકા લઈ જઈને સ્થાપિત કરવું, પરંતુ એકવાતનું ધ્યાન રાખવું કે તેને જે જગ્યાએ રાખવામાં આવશે, તે લિંગ ત્યાં જ સ્થાપિત થઈ જશે. જેથી, જો તમે અમર થવા ઇચ્છો છો તો આ લિંગને લંકા લઈ જઈને જ સ્થાપિત કરવું. રાવણ આ આત્મલિંગને લઇને જતો રહ્યો. બધા દેવતાઓ એવું ઇચ્છતા નહોતા કે રાવણ અમર થઈ જાય એટલે ભગવાન વિષ્ણુએ છળ કરીને તે શિવલિંગ રસ્તામાં જ રખાવી દીધું. જ્યારે રાવણને વિષ્ણુજીનું આ છળ સમજાયું ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તે આત્મલિંગને નષ્ટ કરવાની કોશિશ કરી. ત્યારે જ આ લિંગ ઉપર ઢંકાયેલું એક કપડું ઉડીને મુરુદેશ્વર ક્ષેત્રમાં આવી ગયું હતું. આ દિવ્ય વસ્ત્રના કારણે આ સ્થાનને તીર્થ ક્ષેત્ર માનવામાં આવ્યું.

મંદિર પરિસરમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ બનેલી છે-
મુરુદેશ્વર મંદિરમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ સ્થાપિત છે, જેની ઊંચાઈ લગભગ 123 ફૂટ છે. આ મૂર્તિ ભગવાન શિવની દુનિયાની બીજી સૌથી ઊંચી મૂર્તિ માનવામાં આવે છે. આ મૂર્તિને એવી રીતે બનાવવામાં આવી છે કે તેના ઉપર દિવસભર સૂર્યના કિરણો પડતા રહે છે અને તે ચમકતી રહે છે.

અરબ સાગરના કિનારે કર્ણાટકમાં બનેલાં આ શિવ મંદિરમાં ભગવાન શિવની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે
અરબ સાગરના કિનારે કર્ણાટકમાં બનેલાં આ શિવ મંદિરમાં ભગવાન શિવની બીજી સૌથી ઊંચી પ્રતિમા છે

મુરુદેશ્વર મંદિરમાં પૂજા-અર્ચનાનો સમય-

 • દર્શનનો સમય- સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
 • પૂજાનો સમય- સવારે 6-30 વાગ્યાથી સવારે 7-30 વાગ્યા સુધી
 • રૂદ્રાભિષેકમ- સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી
 • બપોરની પૂજાનો સમય- બપોરે 12-15 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી
 • બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે
 • દર્શનનો સમય- બપોરે 3 વાગ્યાથી રાતે 8-15 વાગ્યા સુધી
 • રૂદ્રાભિષેકમ- બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી
 • સાંજની પૂજાનો સમય- સાંજે 7-15 વાગ્યાથી 8-15 વાગ્યા સુધી

અહીંનું દૃશ્ય ખૂબ જ સુંદર છે-
આ મંદિર એક પહાડ ઉપર બનેલું છે અને તેની ત્રણેય બાજુ અરબ સાગર છે. પહાડ, હરિયાળી અને નદીઓના કારણે આ ક્ષેત્ર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. મંદિરમાં ભગવાન શિવનું આત્મલિંગ પણ સ્થાપિત છે. મંદિરના મુખ્ય દ્વાર ઉપર બે હાથીની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

આ મંદિર એક પહાડ ઉપર બનેલું છે અને તેની ત્રણેય બાજુ અરબ સાગર છે
આ મંદિર એક પહાડ ઉપર બનેલું છે અને તેની ત્રણેય બાજુ અરબ સાગર છે

મુરુદેશ્વર કેવી રીતે પહોંચવું-

હવાઈ માર્ગ- મેંગ્લોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મુરુદેશ્વરથી લગભગ 153 કિમી દૂર છે. આ દેશના બધા જ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર પહોંચવા માટે એરપોર્ટથી ટેક્સી પણ મળી શકે છે.

રેલ માર્ગ- મુરુદેશ્વર રેલવે સ્ટેશન મેંગ્લોર અને મુંબઈ સાથે જોડાયેલું છે. નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન મેંગ્લોર છે અને તે ભારતના બધા મુખ્ય શહેર સાથે જોડાયેલું છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મંદિર 2 કિમી દૂર છે. મુરુદેશ્વર રેલવે સ્ટેશનથી મુરુદેશ્વર મંદિર બસ અને ઓટો-રિક્શા દ્વારા પહોંચી શકાય છે.

સડક માર્ગ- અંગત અને કર્ણાટક સરકારની બસ મુંબઈ, કોચ્ચિ અને બેંગલુરુ સાથે મુરુદેશ્વર માટે બસ સેવા મળી શકે છે. મુરુદેશ્વર એનએચ 17 પર આવેલું છે જે મુંબઈને કોચ્ચિ સાથે જોડે છે, બંને શહેરોની વચ્ચે નિયમિત બસ સેવા શરૂ રહે છે.

અન્ય સમાચારો પણ છે...