આજનો જીવન મંત્ર:ઘર-પરિવાર સાથે રહીને પણ ભક્તિ કરી શકો છો, પરિવારનો ત્યાગ કરીને પૂજા-પાઠ કરવા યોગ્ય નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્દમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું હતું. 'ભગવાનને એવા લોકો પ્રિય છે જે પરિવારની સાથે રહે છે અને ભક્તિ કરે છે'

વાર્તા- વાત તે સમયની છે જ્યારે બ્રહ્માજીએ મનુ અને શતરૂપાને પેદા કર્યાં હતાં. આ બંને જ મનુષ્યોના સ્વરૂપમાં સૌથી પહેલાં માતા-પિતા માનવામાં આવે છે. બ્રહ્માજીએ તેમને પ્રકટ જ એટલે કર્યા હતા, જેથી તેમના મળવાથી સંતાનનો જન્મ થાય અને સૃષ્ટિ આગળ વધે.

આ સૃષ્ટિની પહેલી પાંચ સંતાન મનુ અને શતરૂપા દ્વારા પેદા થઇ હતી. તેમાં આકૃતિ, પ્રસુતિ અને દેવહુતિ આ ત્રણ કન્યાઓ હતી. બે દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતાં.

દેવહુતિના લગ્ન કર્દમ ઋષિ સાથે થયાં હતાં. આ લગ્ન પહેલાં કર્દમ ઋષિ તપ કરી રહ્યા હતાં. તપથી પ્રસન્ન થઇને બ્રહ્માજી પ્રકટ થયા. બ્રહ્માજીએ કહ્યું, 'તુ શું વરદાન માંગવા ઇચ્છે છે?'

કર્દમ ઋષિ બોલ્યાં, 'જોકે હું આશ્રમમાં રહું છું, પરંતુ શું હું ઘર વસાવી શકું છું?'

બ્રહ્માજીએ કહ્યું, 'હા, તારે ઘર જરૂર વસાવવું જોઇએ. તારા જીવનમાં એક સ્ત્રી આવશે તો તારો પરિવાર આગળ વધશે. તુ ધર્મ-કર્મનો પ્રસાર કરવા માંગે છે અને પરમાત્માને મેળવવા ઇચ્છે છે. ભગવાનને ઘર-ગૃહસ્થી ખૂબ જ પ્રિય છે. તેઓ આવા લોકોથી ખૂબ જ પ્રસન્ન થઇ જાય છે જે પરિવારમાં રહીને ભક્તિ કરે છે.'

બોધપાઠ- પરિવારનું પાલન કરીને, દુનિયાના બધા સારા કામ કરવા જોઇએ. ભગવાન પણ એવા લોકો ઉપર કૃપા વરસાવે છે જે સારું કરનાર લોકોને પ્રિય હોય છે. પરિવારનો ત્યાગ કરીને માત્ર ભક્તિ કરવું યોગ્ય નથી.