તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, તેના કારણને સમજી લેશો તો તેનો ઉકેલ પણ જલ્દી મળી જશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક નવા શિષ્યએ ગુરુને કહ્યું કે કોઇ એવી રીત જણાવો, જેનાથી હું દરેક પરેશાની દૂર કરી શકું

સમસ્યા કોઇપણ હોય, જો આપણે તેના મૂળને એટલે તેના કારણને સમજી લેશું તો આપણે તે સમસ્યાનો સરળતાથી ઉકેલ કરી શકીએ છીએ. આ અંગે એક લોક કથા પ્રચલિત છે. જાણો તે કથા અંગે...

લોક કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો. પહેલાં જ દિવસે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મને કોઇ એવી રીત જણાવો, જેના દ્વારા હું દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકું. હું સફળ વ્યક્તિ બનવા માંગું છું.

ગુરુએ નવા શિષ્યને કહ્યું કે ઠીક છે, હું તને સફળતાનો રસ્તો જણાવી દઇશ, પરંતુ પહેલાં તુ મારી બકરીને બાંધી દે. આ વાત કહીને ગુરુએ બકરીનું દોરડું શિષ્યને પકડાવી દીધું.

બકરી ખૂબ જ આક્રમક સ્વભાવની હતી. તે સંત સિવાય કોઇ અન્યના કાબૂમાં રહેતી નહોતી. શિષ્યએ જેવું દોરડું પકડ્યું બકરી ઉછળ-કુદ કરવા લાગી. નવો શિષ્ય કોશિશ કરવા લાગ્યો કે કોઇ પ્રકારે તેને થાંભલા સાથે બાંધી દે. ઘણી કોશિશ કર્યા પછી પણ શિષ્ય તે બકરીને બાંધી શક્યો નહીં.

જ્યારે શિષ્યને તે સમજાઇ ગયું કે બકરીને સરળતાથી બાંધી શકાશે નહીં ત્યારે તેણે ચતુરાઈથી કામ લીધું. શિષ્યએ પહેલાં બકરીને પકડી અને તેના ચારેય પગ દોરડાથી બાંધી દીધા. તે પછી આરામથી તે બકરીને થાંભલા સાથે બાંધી દીધી.

આ બધું જ સંત જોઇ રહ્યા હતાં. સંત પ્રસન્ન થઇ ગયા અને તેમણે કહ્યું કે તે મગજનો સારો ઉપયોગ કર્યો છે. જો આપણે આ જ રીતે કોઇપણ સમસ્યાના મૂળને જાણી લેશું તો તે સમસ્યા ખૂબ જ સરળતાથી ઉકેલાઇ જશે અને આપણને સફળતા મળી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો