તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇફ મેનેજમેન્ટ:જે લોકો માત્ર પૈસાને મહત્ત્વ આપે છે અને પરિવાર તરફ ધ્યાન આપતાં નથી, તેમણે એક દિવસ પછતાવું પડે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વ્યક્તિએ આખું જીવન માત્ર ધન એકઠું કર્યું, એક દિવસ તેને લેવા માટે યમરાજ પહોંચી ગયાં, ધની વ્યક્તિએ કહ્યું, મારી બધી જ ધન-સંપત્તિ લઇ લો, પરંતુ મને થોડો સમય આપો

જે લોકો રૂપિયાને વધારે મહત્ત્વ આપે છે અને ઘર-પરિવાર તરફ ધ્યાન આપતાં નથી, તેમણે એક દિવસ પછતાવું પડે છે. રૂપિયા કમાવાની સાથે જ પરિવાર સાથે પણ સમય પસાર કરવો જોઇએ. કેમ કે, પસાર થઇ ગયેલો સમય પાછો આવતો નથી. આ અંગે એક લોક કથા પ્રચલિત છે. જાણે આ કથા...

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ દિવસ-રાત માત્ર ધન કમાવામાં ધ્યાન આપતો હતો. લાલચના કારણે રૂપિયા ખર્ચ પણ કરી શકતો નહીં અને પરિવાર તરફ બિલકુલ પણ ધ્યાન આપતો નહીં. ધની વ્યક્તિની આ આદતના કારણે તેમનો પરિવાર દુઃખી હતો.

રૂપિયા કમાવાના ચક્કરમાં તે વ્યક્તિ એટલો વ્યસ્ત રહેતો હતો કે તે ક્યારે વૃદ્ધ થઇ ગયો તેની તેને જાણ થઇ નહીં. એક દિવસ તેની સામે યમરાજ પ્રકટ થઇ ગયા. યમરાજે કહ્યું, તારો અંતિમ સમય આવી ગયો છે. હું તારા પ્રાણ લેવા આવ્યો છું.

યમરાજને જોઇને તે વ્યક્તિ ડરી ગયો. તેણે કહ્યું કે, હજું સુધી તો મેં જીવનમાં કશું જોયું જ નથી. હું પોતાના કામમાં જ રહેતો હતો. હું ઘર-પરિવારને પણ સમય આપી શક્યો નથી. તેમની સાથે એક દિવસ પણ પ્રેમથી પસાર કર્યો નથી. મને થોડો સમય આપી દો હું પરિવાર સાથે સમય પસાર કરવા ઇચ્છું છું.

યમરાજે કહ્યું કે આ શક્ય નથી. તારે મારી સાથે જ આવવું પડશે.

વ્યક્તિએ કહ્યું, મારી બધી ધન-સંપત્તિ લઇ લો, પરંતુ મને માત્ર એક દિવસ પરિવાર સાથે રહેવા દો

યમરાજ બોલ્યાં કે, અમને ધન-સંપત્તિનો મોહ નથી. અમે તમને એક ક્ષણ પણ વધારે આપી શકીશું નહીં. આ કહીને યમરાજે તેના પ્રાણ લઇ લીધા.

બોધપાઠ- સમય અમૂલ્ય છે. એકવાર પસાર થઇને પાછો આવતો નથી. એટલે ધન કમાવાની સાથે જ ઘર-પરિવારનું પણ ધ્યાન રાખવું જોઇએ. નહીંતર સમય પસાર થઇ ગયા પછી પછતાવું પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો