તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથા:સમસ્યાઓ કેવી પણ હોય, અલગ-અલગ રીતે સતત કોશિશ કરવાથી સફળતા મળી શકે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દરિયામાંથી માછલી પકડીને લાવતાં અને શહેરમાં વેચતાં હતાં, પરંતુ તેમાં ઘણો સમય લાગતો હતો અને માછલીઓની ફ્રેશ રહેતી નહીં. જેથી ગ્રાહકો તેને ખરીદતાં નહોતાં.

જાપાનની એક લોક કથા છે. ત્યાંના લોકોને ભોજનમાં માછલીના બનેલાં આહાર ખૂબ જ ભાવતાં હતાં. માછલીના વેપારીઓ દરિયામાંથી માછલી પકડીને લાવે અને શહેરના બજારમાં વેચતાં હતાં. ગ્રાહકો તાજી માછલીઓ ખરીદવાનું પસંદ કરતાં હતાં. પરંતુ, દરિયાથી શહેર સુધી આવવામાં ઘણો સમય લાગતો હતો. જેથી માછલીઓ ફ્રેશ રહેતી નહીં અને વેપારીઓને ઘણું નુકસાન થતું હતું.

થોડા વેપારીઓએ માછલીઓ માટે એક મોટું ફ્રિઝર ખરીદ્યું. ફ્રિઝરમાં રાખીને માછલીઓ વેચવાનું શરૂ કર્યું, પરંતુ જાપાની લોકો માછલીને સૂંઘીને સમજી જતા કે માછલીઓ ફ્રેશ છે કે નહીં. ફ્રિઝરનો આઇડિયા પણ વધારે દિવસ કામ કરી શક્યો નહીં.

તે પછી વેપારીઓએ એક મોટું ટેંક બનાવ્યું અને તેમાં જીવતી માછલીઓ પકડીને શહેર સુધી લઇ આવતાં હતાં અને પછી તેમને વેચતાં હતાં. પરંતુ ટેંકમાં પકડવામાં આવેલી માછલીઓ થોડીવાર માટે સ્થિર થઇ જતી. દરિયામાં રહેતી માછલીઓ ટેંકના પાણીમાં વધારે વિચરણ કરતી નહીં. આવી માછલીઓના સ્વાદમાં પણ અંતર આવી ગયું હતું. જાપાની લોકો ચાખીને પારખી લેતાં હતાં. વેપારીઓ માટે આ આઇડિયા પણ વધારે દિવસ કામ આવ્યો નહીં. ગ્રાહક માત્ર તાજી માછલીઓ ખાવાનું પસંદ કરતાં હતાં.

ત્યારે વેપારીઓએ પાણીની ટેંકમાં માછલીઓ સાથે જ એક નાની શાર્ક માછલી પણ રાખી દીધી. જેથી નાની માછલીઓ શાર્કથી બચવા માટે સતત મહેનત કરતી અને તેમના શરીરમાં ઊર્જા જળવાયેલી રહેતી હતી. શાર્ક થોડી માછલીઓને તો ખાઇ લેતી હતી, પરંતુ અન્ય માછલીઓ શહેર સુધી પહોંચ્યાં પછી પણ એકદમ તાજી રહેતી હતી. વેપારીઓને આવી માછલીઓની કિંમત પણ વધારે મળતી હતી.

બોધપાઠ- વેપારીઓએ સતત વિવિધ રીતે મહેનત કરી ત્યારે તેમણે તાજી માછલીઓ વેચવામાં સફળતા મળી ગઇ. આ પ્રકારે જો કોઇ એક સમસ્યા કોઇ એક પ્રકારે ઉકેલી શકાય નહીં ત્યારે આપણે અન્ય રીતે પરેશાનીનો ઉકેલ કરવાની કોશિશ કરવી જોઇએ. અન્ય રીતે અસફળ થઇ જાવ તો ત્રીજી રીત અપનાવવી જોઇએ. આ પ્રકારે મોટી-મોટી સમસ્યાઓને પણ ઉકેલી શકો છો. અસફળ થાવ તો અટકશો નહીં. એકવાર ફરીથી રીત બદલીને કોશિશ કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો