કથા:ક્યારેક-ક્યારેક લાંબા સમયગાળા પછી સફળતા મળે છે, એટલે ધૈર્ય જાળવી રાખવું જોઇએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતે દુઃખી વ્યક્તિને સમજાવ્યું- કેક્ટસનો છોડ જલ્દી મોટો થઇ જાય છે, પરંતુ વાંસના છોડને સમય લાગે છે

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ ખૂબ જ દુઃખી હતો. તે મહેનત તો કરી રહ્યો હતો, પરંતુ વધારે રૂપિયા કમાવવામાં સફળતા મળી નહીં. જીવનમાં પણ પરેશાનીઓ વધી રહી હતી. અનેક કોશિશ પછી પણ સમસ્યાઓ દૂર થઇ રહી નોહતી. અસફળતા અને ધનની ખામીના કારણે તે નિરાશ રહેવા લાગ્યો હતો.

એક દિવસ તે વ્યક્તિના ગામમાં સંત પહોંચ્યા. તે દુઃખી વ્યક્તિ સંત પાસે પહોંચ્યા અને સંતને પોતાની પરેશાનીઓ જણાવી. સંતે તેની બધી વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તારે ધૈર્ય જાળવી રાખવું જોઇએ. ક્યારેક-ક્યારેક સફળતા મળવામાં સમય લાગે છે.

સંતે દુઃખી વ્યક્તિને સમજાવવા માટે એક કથા સંભળાવી. એક બાળકે એક જ સમયે પોતાના ઘરમાં વાંસ ને કેક્ટસનો છોડ વાવ્યો હતો. બાળક રોજ બંને છોડને બરાબર પાણી આપતો અને દેખરેખ કરતો હતો. થોડો સમય વિતી ગયા પછી કેક્ટસ તો જલ્દી મોટો થઇ ગયો, પરંતુ વાંસનો છોડ જલ્દી મોટો થતો નહીં.

બાળક થોડો નિરાશ થયો, પરંતુ તેણે પોતાનું ધૈર્ય જાળવી રાખ્યું. છોડની દેખરેખ કરવાનું શરૂ રાખ્યું. હવે કેક્ટસ ઝડપથી વધવા લાગ્યું હતું, પરંતુ વાંસનો છોડ તેવો જ રહ્યો હતો. છતાંય યુવકે હિંમત હારી નહીં અને દેખરેખ કરવાનું શરૂ રાખ્યું.

થોડા દિવસ પછી વાંસના છોડમાં થોડો ફેરફાર જોયો. આ જોઇને બાળક ખુશ થયો. થોડા અન્ય દિવસ પસાર થયા ત્યારે વાંસનો છોડ ઝડપથી વધી રહ્યો હતો. કેક્ટસનો છોડ નાનો રહી ગયો.

સંતે કહ્યું કે ક્યારેક-ક્યારેક થોડા કાર્યોમાં મોડેથી સફળથા મળે છે. એટલે ધૈર્ય જાળવી રાખવું અને પોતાનું કામ કરતાં રહેશો તો સફળતા ચોક્કસ મળે છે.