તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાચીન સમયે એક રાજા બહુ સાહસી અને કુશળ શાસક હતો. તેના રાજ્યની પ્રજા તેને લીધે સુખી હતી. પરંતુ રાજામાં બે અછત હતી. તેની એક આંખ અને એક પગ નહોતો. તે લાકડીની મદદથી ચાલતો હતો. એક દિવસે ચાલતા-ચાલતા તેણે રાજમહેલની ખાલી દીવાલ જોઈ અને વિચાર્યું કે અહીં મારો સુંદર ફોટો હોવો જોઈએ.
રાજાએ પોતાના મંત્રીઓને કહ્યું કે, રાજ્યના દરેક ચિત્રકારોને બોલાવો અને મારુ ચિત્ર બનવાનું કહો. મંત્રીઓએ રાજ્યના દરેક ચિત્રકારોને બોલાવી લીધા અને રાજાની ઈચ્છા જણાવી. પરંતુ બધા ચિત્રકાર એ વિચારી રહ્યા હતા કે રાજાની તો એક આંખ અને એક પગ નથી. તેવામાં સુંદર ચિત્ર કેવી રીતે બની શકે છે? જો રાજા દુઃખી થઇ જશે તે મૃત્યુદંડ આપશે. આથી દરેક ચિત્રકારોએ કોઈને કોઈ બહાનુ આપીને ચિત્ર દોરવાની ના પાડી દીધી અને મહેલમાંથી નીકળી ગયા. પરંતુ એક ચિત્રકાર ત્યાં જ ઊભો રહ્યો.
રાજાએ તેને પૂછ્યું કે, શું તું મારુ સુંદર ચિત્ર બનાવી શકે છે? ચિત્રકારે હા પાડી અને કહ્યું કે થોડા દિવસોમાં હું તમારું સુંદર ચિત્ર બનાવી દઈશ. રાજાએ ચિત્રકાર માટે યોગ્ય વ્યવસ્થા કરી દીધી. ચિત્રકાર તેના કામે લાગી ગયો. થોડા જ દિવસમાં તેણે રાજાનું ચિત્ર બનાવી લીધું.
રાજ્યના દરેક લોકો જોવા માગતા હતા આ ચિત્રકારે રાજાનું ચિત્ર કેટલું સુંદર બનાવ્યું છે? જ્યારે આ ચિત્ર બધાએ જોયું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. કારણ કે, હકીકતમાં તે બહુ સુંદર ચિત્ર હતું. ચિત્રકારે રાજાને એક સાઈડ ઘોડા પર બેઠેલા દર્શાવ્યા હતા. જેમાં તેઓ એક આંખ બંધ કરીને ધનુષ-બાણથી નિશાન તાકી રહ્યા હતા. આ રીતે રાજાનો એક પગ અને એક આંખ ના હોવાની વાત છુપાઈ ગઈ.
ચિત્ર જોઈને રાજા બહુ ખુશ થયા અને ચિત્રકારને બહુ બધું ધન અને ગિફ્ટ આપી.
બોધવાર્તા: આ કથામાંથી સીખ મળે છે કે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા કરી શકાય છે. બસ આપણે વિચાર પોઝિટિવ રાખવા જોઈએ અને ધીરજથી કામ કરવું જોઈએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.