તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેરક કથા:સમસ્યા કેવી પણ હોય, આપણે સૌથી પહેલાં તેનું કારણ શોધવું જોઈએ, ત્યારે જ તેનો ઉકેલ મળી શકે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક આશ્રમમાં ગુરુ પોતાના થોડા શિષ્યો સાથે રહેતાં હતાં. ગુરુ બધા શિષ્યોને શાસ્ત્રોનું જ્ઞાન આપતા હતાં. એક દિવસ એક શિષ્યએ ગુરુને કહ્યું, મને કોઈ એવો ઉપાય જણાવો, જેથી મને જલ્દી સફળતા મળી શકે. એવો ઉપાય જેની મદદથી દરેક સમસ્યાનો ઉકેલ મળી શકે.

ગુરુ ખૂબ જ વિદ્વાન હતાં. તેમણે કહ્યું, હું એક રીત જણાવું છું, જેથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરંતુ, પહેલાં તમે મારી બકરીને થાંભલા સાથે બાંધી દો.

ગુરુએ પોતાની બકરીનું દોરડું શિષ્યના હાથમાં પકડાવી દીધું. બકરી કોઈનાથી પણ સરળતાથી કાબૂમા આવતી નહીં. શિષ્ય બકરીને થાંભલા સાથે બાંધવા ગયો, તે કૂદવા લાગી. ઘણી કોશિશ કર્યા પછી પણ બકરીને તે કાબૂમાં લાવી શક્યો નહીં.

શિષ્યએ થોડીવાર માટે વિચાર્યું કે બકરીને કેવી રીતે કાબૂમાં લાવું. વિચાર્યા પછી તેણે બકરીને પકડી અને તેના પગમાં દોરડું બાંધી દીધું. તે પછી શિષ્યએ બકરીને થાંભલા સાથે બાંધી દીધી. ગુરુ આ બધું જ જોઈ રહ્યા હતાં. શિષ્યની બુદ્ધિમાની જોઈને ગુરુ પ્રસન્ન થઈ ગયાં.

ગુરુએ શિષ્યને કહ્યું, ઠીક આ રીતે જ કોઈપણ સમસ્યાની જડને પકડી લેવાથી મોટામાં મોટી સમસ્યા પણ ખૂબ જ સરળતાથી ઉકેલાઈ શકે છે. આ જ સફળતાનો મૂળ મંત્ર છે.

પ્રસંગનો સંદેશઃ-
વિપરીત પરિસ્થિતિઓમાં પણ આપણે બુદ્ધિમાનીથી કામ કરવું જોઈએ. ધૈર્ય જાળવી રાખો અને વિચારીને આગળ વધો. સૌથી પહેલાં સમસ્યાની જડને સમજો અને પછી તેના ઉકેલની યોજના બનાવો. ત્યારે જ સફળતા મળી શકે છે.