તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરક કથા:જ્યારે આપણે પોતાના ઉપર વિશ્વાસ કરીએ છીએ ત્યારે મોટા-મોટા વિઘ્નો સરળતાથી દૂર થઇ શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સંત જંગલમાં રસ્તો ભટકી ગયાં હતાં, તેમને એક કુવો જોવા મળ્યો જે આખો ભરેલો હતો, એક હરણ ત્યાં પાણી પી રહ્યું હતું, સંત જેવા તે કુવા પાસે પહોંચ્યાં, કુવાનું પાણી નીચે જવા લાગ્યું.

આત્મવિશ્વાસ જાળવી રાખશો તો મોટી-મોટી સમસ્યાઓને પણ સરળતાથી ઉકેલી શકાય છે. આ વાત એક લોક કથા દ્વારા સમજી શકાય છે. કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક સંત હંમેશાં યાત્રા કરતાં રહેતાં હતાં. ક્યાંક ને ક્યાંક તેઓ થોડા દિવસ રોકાઇ પણ જતાં હતાં. આવી જ રીતે એક દિવસ તેઓ યાત્રા કરી રહ્યા હતાં.

યાત્રા કરતી સમયે તેઓ એક જંગલમાં પહોંચી ગયાં. ઘણાં લાંબા સમય સુધી જંગલમાં ભટક્યા પછી પણ તેઓ જંગલની બહાર આવી શક્યાં નહીં. તેઓ રસ્તો ભટકી ગયાં હતાં. કલાકો સુધી ચાલતાં રહેવાના કારણે તેઓ થાકી ગયાં હતાં. ખાનપાનની વસ્તુઓ પણ ખાલી થઇ ગઇ હતી. સંત પોતાની સાથે એક કમંડળ અને દોરડું હંમેશાં રાખતાં હતાં.

ઘણું ભટક્યા પછી તેમને એક કુવો જોવા મળ્યો. તે કુવામાં એટલું પાણી હતું કે એક હરણ ખૂબ જ સરળતાથી પાણી પી રહ્યું હતું. સંતને તરસ લાગી હતી એટલે તેઓ કુવા તરફ જવા લાગ્યાં.

જ્યારે તેઓ કુવા પાસે પહોંચ્યાં ત્યારે પાણી અચાનક નીચે જતું રહ્યું. આ જોઇને સંત આશ્ચર્ય પામ્યાં. તેમણે અહીં-ત્યાં જોયું, પરંતુ ત્યાં કોઇ દેખાયું નહીં. આ જોઇને તેમની તરસ દૂર થઇ ગઇ હતી. ત્યારે જ ત્યાં એક અવાજ આવ્યો કે હરણ એક પશુ છે, આ કારણે તેના માટે અમે પાણી ઉપર કરી દીધું હતું. પરંતુ તમારી પાસે તો કમંડળ અને દોરડું છે. તમે તેનાથી પાણી ભરો.

આ સાંભળીને સંતને ગુસ્સો આવી ગયો. તેમણે કમંડળ અને દોરડું ત્યાં જ છોડી દીધું અને તેઓ આગળ વધવા લાગ્યાં. ત્યાં જ ત્યાં ફરી અવાજ આવ્યો કે ક્યાં જઇ રહ્યા છો? અમે તો તમારી પરીક્ષા લઇ રહ્યાં હતાં. હવે તમે પાણી પી શકો છો. તમે કમંડળ અને દોરડાનો મોહ છોડી દીધો અને આગળ વધવા લાગ્યાં. તેનો અર્થ એવો થાય છે કે તમને પોતાના ઉપર વિશ્વાસ છે, તમે આ બધી વસ્તુઓ વિના પણ જીવિત રહી શકો છો. આ આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી તાકાત છે.

આ વાત સાંભળીને સંતને કંઇ જ સમજાયું નહીં. પરંતુ હવે તેમનો પોતાના ઉપર વિશ્વાસ વધી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો