તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રાચીન સમયમાં એક રાજાને કોઇ બાળક હતું નહીં. જેથી રાજા-રાણી આ વાતને લઇને ખૂબ જ દુઃખી હતાં. વૃદ્ધાવસ્થામાં રાજાને આ વાતની ચિંતા થવા લાગી કે રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? ત્યારે મંત્રીઓએ સલાહ આપી કે આપણે રાજ્યના કોઇ યોગ્ય વ્યક્તિને ઉત્તરાધિકારી ઘોષિત કરી દેવો જોઇએ.
રાજા મંત્રીઓની વાત સાથે સહમત થયાં. તેમણે યોગ્ય વ્યક્તિ પસંદ કરવા માટે એક પરીક્ષા રાખી. રાજાએ પોતાના મહેલના બંધ દરવાજા ઉપર ગણિતનો એક સૂત્ર લખાવી દીધો અને રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે જે વ્યક્તિ આ સૂત્રનો ઉકેલ શોધી લેશે, તેમના માટે આ દ્વાર આપમેળ જ ખુલી જશે અને તેને રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરી લેવામાં આવશે.
આ ઘોષણા સાંભળીને રાજ્યના મોટા-મોટા ગણિત શાસ્ત્રી અને અન્ય બુદ્ધિમાન લોકો મહેલના દ્વાર સુધી પહોંચી ગયાં. બધા લોકો દરવાજા પાસે ઊભા રહીને સૂત્રનો ઉકેલ શોધવાની કોશિશ કરવા લાગ્યાં. સવારથી સાંજ થઇ ગઇ, પરંતુ કોઇ વ્યક્તિ આ સૂત્રનો ઉકેલ શોધી શક્યો નહીં. ત્યાં દૂર ઊભેલો એક યુવક પણ આ બધું જ જોઇ રહ્યો હતો. સાંજે બધા લોકો પોત-પોતાના ઘરે પાછા ફર્યાં. ત્યારે જ તે યુવક આવ્યો અને તેણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો.
દરવાજો ખુલ્યા પછી યુવક મહેલની અંદર પહોંચી ગયો. જ્યારે રાજ્યના લોકોને આ વાતની જાણ થઇ ત્યારે બધા એ વાત જાણવા માટે મહેલ પહોંચી ગયા કે યુવકે સૂત્રનો ઉકેલ કેવી રીતે કર્યો? રાજાએ પણ તે યુવકને પૂછ્યું કે તેણે આ સૂત્રનો ઉકેલ કઇ રીતે કર્યો?
યુવકે કહ્યું કે હું બધાને સૂત્રનો ઉકેલ શોધતાં જોઇ રહ્યો હતો. પરંતુ મોટા-મોટા ગણિત શાસ્ત્રી પણ આ સૂત્રનો ઉકેલ શોધવામાં સફળ થઇ શક્યા નહીં ત્યારે મેં વિચાર્યું કે બની શકે આ સૂત્ર જ યોગ્ય ન હોય. દરવાજાનો સૂત્ર સાથે કોઇ સંબંધ જ ન હોય. આ વિચારીને મેં દરવાજાને ખોલવાની કોશિશ કરી અને દરવાજો ખુલ્લી ગયો. વાસ્તવમાં તે કોઇ સૂત્ર હતું જ નહીં. રાજા યુવકની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયાં અને તેમણે તે યુવકને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધો.
બોધપાઠ- રાજાએ માત્ર તર્ક શક્તિ પારખવા માટે આ પરીક્ષા રાખી હતી. માત્ર તે યુવક પોતાની બુદ્ધિમાનીથી પરીક્ષામાં સફળ થઇ શક્યો, કેમ કે તેણે પરિસ્થિતિને સમજી. સૂત્ર અને દરવાજાનો કોઇ સંબંધ છે કે નહીં. તે પારખવાની કોશિશ કરી અને તેની આ બુદ્ધિમાનીથી દરવાજો ખુલી ગયો. આપણાં જીવનમાં પણ અનકેવાર આવું જ થાય છે. કોઇ પરેશાની ખૂબ જ નાની હોય છે, પરંતુ સમજ્યા-વિચાર્યા વિના તેને મોટી માની લેવામાં આવે છે અને પરિણામ ઉપર પહોંચી જઇએ છીએ અને તેનો ઉકેલ શોધી શકતાં નથી. જ્યારે પરિસ્થિતિને સમજીને આગળ વધવાથી સફળતા ચોક્કસ મળી શકે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.