તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથા:રૂપિયા ચોરી કે નષ્ટ થઇ શકે છે; પરંતુ વિદ્યા ક્યારેય ચોરી થઇ શકે નહીં, તે અભ્યાસ સાથે વધતી રહે છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ બાળકોએ એક રાજાની મદદ કરી ત્યારે રાજાએ તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું, બે યુવકોએ ધન-સંપત્તિ અને ત્રીજાએ વિદ્યા માગી

પ્રાચીન સમયમાં એક રાજા ખૂબ જ શક્તિશાળી હતો, એટલે તે શિકાર માટે એકલો જ જંગલ જતો હતો. એકવાર જ્યારે તે શિકાર માટે ગયો ત્યારે રસ્તામાં ખોવાઇ ગયો. તેની પાસે ખાનપાનની વસ્તુઓ પણ ખતમ થઇ ગઇ હતી. રસ્તો શોધતા-શોધતા રાજા ખૂબ જ થાકી ગયો હતો.

ભૂખના કારણે રાજાની સ્થિતિ વધારે ખરાબ થઇ રહી હતી. ત્યારે તેને ત્રણ બાળકો જોવા મળ્યાં. રાજાએ ત્રણ બાળકોને બોલાવ્યા અને પોતાનો પરિચય આપ્યો. તેણે બાળકોને કહ્યું કે તમે લોકો મારી મદદ કરી શકો છો. ત્રણ બાળકો દોડીને પોત-પોતાના ઘરે પહોંચ્યાં અને રાજા માટે ખાવા-પીવાની વસ્તુઓ લઇને આવ્યાં.

રાજાએ પેટભરીને ભોજન કર્યું ત્યારે તેને રાહત મળી. બાળકોએ રાજાને મહેલ સુધી પહોંચાડવાનો રસ્તો પણ જણાવી દીધો. બાળકોની મદદથી ખુશ થઇને રાજાએ ત્રણેયને કહ્યું કે તમે લોકો જે ઇચ્છો છો તે માગી શકો છો. એક બાળકે રાજાને કહ્યું તમે મને મોટું ઘર અને સુખ-સુવિધાની બધી વસ્તુઓ આપો. હું આરામથી જીવવા ઇચ્છું છું. બીજા બાળકે કહ્યું મને ખૂબ જ ધન જોઇએ છે. રાજાએ બંને બાળકોની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. હવે તે ત્રીજા બાળક પાસે પહોંચ્યો.

ત્રીજા બાળકે કહ્યુ રાજન, મને ધન-સંપત્તિ જોઇતી નથી. મને ભણવું ગમે છે. કૃપા કરીને મને કોઇ ગુરુકુળમાં વિદ્યા મેળવવા માટે મોકલી આપો. રાજાએ પોતાના રાજ્યના ગુરુકુળમાં તેને દાખલો અપાવી દીધો.

ત્રણેય યુવકો પોત-પોતાની ઇચ્છા પૂર્ણ થવાથી ખૂબ જ ખુશ હતાં. થોડા વર્ષો પછી ત્રીજો યુવક ભણી-ગણીને ખૂબ જ વિદ્વાન થઇ ગયો. રાજા તેની બુદ્ધિથી ખૂબ જ પ્રસન્ન હતાં. રાજાએ તેને પોતાના દરબારમાં સામેલ કરી લીધો. હવે ત્રીજા યુવક પાસે પણ ધન-સંપત્તિ થઇ ગઇ હતી.

થોડા સમય પછી ત્રણેય મિત્ર તે જંગલમાં ફરી મળ્યાં. બંને યુવકો જેમણે ધન-સંપત્તિ માગી હતી, તેઓ ખૂબ જ ગરીબ થઇ ગયાં હતાં. ત્રીજો યુવક રાજાના દરબારમા સામેલ થઇ ગયો હતો. જેના કારણે તે ધનવાન થઇ ગયો હતો. તેણે બંને મિત્રોને ગરીબીનું કારણ પૂછ્યું.

પહેલાં મિત્રએ કહ્યું કે રાજ્યમાં જ્યારે પૂર આવ્યું ત્યારે તેમાં આખું ઘર બરબાદ થઇ ગયું. બીજા મિત્રએ કહ્યું કે મારું ધન પણ સમય સાથે ખર્ચ થઇ ગયું.

ત્રીજા મિત્રએ કહ્યું કે હું જાણતો હતો કે ધન-સંપત્તિ નશ્વર છે. એટલે મેં રાજા પાસે વિદ્યા માગી હતી. વિદ્યા એક એવું ધન છે, જેને કોઇ ચોરી કરી શકે નહીં. તે ક્યારેય નષ્ટ થઇ શકે નહીં. અભ્યાસ સાથે વધે છે. આ વાત સાંભળીને બંને યુવકોને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો.

બોધપાઠ- આ કથાનો બોધપાઠ એ છે કે ધન-સંપત્તિથી વધારે વિદ્યાનું મહત્ત્વ છે. એટલે વિદ્યા પ્રાપ્ત કરવા માટે હંમેશાં તત્પર રહેવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો