તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કથા:જ્યાં સુધી સંપૂર્ણ વાતની આપણને જાણ ન હોય, ત્યાં સુધી કોઇ પરિણામ પર પહોંચવું જોઇએ નહીં

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈદ્યજીએ ઇલાજ માટે શેઠ પાસે સો સોનાની મુદ્રાઓ માગી, ત્યારે એક ગરીબને વૈદ્યજીએ કહ્યું કે તમારી પાસે ધન નથી તો તમે ઠીક થઇ જાવ ત્યારે મારે ત્યાં સેવા કરી લેજો

એક ગામમાં એક વિદ્વાન વૈદ્ય હતાં. દૂર-દૂરથી લોકો તેમની પાસે ઇલાજ માટે આવતાં હતાં. એક દિવસ બીજા ગામનો ધનવાન શેઠ પોતાના બીમાર બાળકને લઇને તેમની પાસે પહોંચ્યો. વૈદ્યજીએ બાળકને જોઇને દવા આપી દીધી અને શેઠ પાસે સો મુદ્રાઓ માગી લીધી.

ત્યાં જ એક ગરીબ વ્યક્તિ પણ બેઠો હતો. તે પણ પોતાની બીમારીનો ઇલાજ કરાવવા આવ્યો હતો. જ્યારે તેણે સાંભળ્યું કે વૈદ્યજીએ શેઠ પાસેથી સો મુદ્રાઓ માગી છે ત્યારે તે ઊભો થઇને જવા લાગ્યો. તેણે વિચાર્યું કે આટલાં પૈસા તો મારી પાસે નથી. એટલે અહીં ઇલાજ કરાવવો જોઇએ નહીં.

ગરીબ વ્યક્તિને જતો જોઇને વૈદ્યજીએ તેને પૂછ્યું કે તમે કેમ પાછા જઇ રહ્યા છો? ગરીબ વ્યક્તિએ સંપૂર્ણ વાત જણાવી દીધી. વૈદ્યજીએ કહ્યું કે ભાઈ તમારી પાસે ધન નથી તો કંઇ જ વાંધો નહીં. સ્વાસ્થ્ય સારું થઇ જાય પછી તમે મારે ત્યાં થોડા દિવસ સેવા કરી લેજો.

આ વાત સાંભળતાં જ ધનવાન શેઠ ગુસ્સે થઇ ગયો. તેણે કહ્યું કે મારું ધન જોઇને મારી પાસેથી આટલી મોટી રકમ માગી રહ્યા છો અને આ સામાન્ય વ્યક્તિની સારવાર મફતમાં કરી રહ્યા છો. આ ખોટી વાત છે.

વૈદ્યજીએ કહ્યું કે તમે ખોટું સમજી રહ્યા છો. હું અહીં આવનાર લોકો પાસે દવાના બદલામાં તે વસ્તુ માગી રહ્યો છું જે તેઓ આપી શકે છે. તમે ધન આપી શકો છો એટલે ધન માગી રહ્યો છું. આ ગરીબ ધન આપી શકે નહીં તો તેની પાસે સેવા માગી રહ્યો છું.

વૈદ્યજીની વાત સાંભળીને શેઠને પોતાની ભૂલનો અહેસાસ થઇ ગયો. તેણે માફી માગી લીધી. રૂપિયા આપીને દવા લઇ લીધી અને પોતાના બાળકને લઇને ત્યાંથી જતો રહ્યો.

બોધપાઠ- આ કથાનો બોધપાઠ એ છે કે આપણને જ્યાં સુધી સંપૂર્ણ વાતની જાણ ન હોય, ત્યાં સુધી કોઇ પરિણામ ઉપર પહોંચવું જોઇએ નહીં. સમજ્યા-વિચાર્યાં વિના કોઇ પરિણામ ઉપર પહોંચશો તો અપમાનિત થવું પડી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો