નીતિ:દયા ન કરવી, અકારણ અન્ય સાથે ઝઘડો કરવો, પોતાના પરિવાર અને મિત્રોની મદદ ન કરવી, આ બધી જ ખરાબ આદત છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજા ભર્તૃહરિએ નીતિ શતકની રચના કરી હતી, તેમાં સુખી જીવનની નીતિઓ ઉલ્લેખવામાં આવી છે

રાજા ભર્તૃહરિ ઉજ્જૈનના રાજા હતાં. તેમના નાના ભાઈ વિક્રમાદિત્ય હતાં. વિક્રમાદિત્યના નામથી જ વિક્રમ સંવત્ પ્રચલિત છે. રાજા ભર્તૃહરિ અંગે કથા પ્રચલિત છે કે તેમની પત્ની પિંગલાએ તેમને દગો આપ્યો હતો. આ કારણે તેમણે રાજપાઠ છોડી દીધા અને વ્રકમાદિત્યને રાજા બનાવી દીધા હતાં. તે પછી રાજા ભર્તૃહરિ સંન્યાસી થઇ ગયા અને તપ કરવા લાગ્યાં. તેમણે નીતિ શતક, વૈરાગ્ય શતક, શ્રૃંગાર શતક નામના ગ્રંથોની રચના કરી હતી. નીતિ શતકમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર ઉલ્લેખવામાં આવ્યાં છે.

જાણો નીતિ શતકની થોડી ખાસ નીતિઓ, જેનું ધ્યાન રાખવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે...