મધર્સ ડે:માતા સમાન સહનશીલ કોઇ નથી, માતા માણસો માટે નહીં, દેવતાઓ માટે પણ પૂજનીય છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે મધર્સ ડે છે. માતાનું મહત્ત્વ સૌથી વધારે માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ માતાને દેવતાઓથી શ્રેષ્ઠ જણાવી છે. એક દિવસ સ્વામી વિવેકાનંદજીને કોઈ વ્યક્તિએ પૂછ્યું હતું કે આ સંસારમાં સૌથી વધારે માતાને જ મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે?

સ્વામીજીએ તે વ્યક્તિને કહ્યું, તમે એક પાંચ કિલોનો પત્થર એક કપડામાં બાંધીને પોતાની કમરમાં બાંધી લો. તેના પછી દિવસભર એવી જ રીતે રહો. કાલે સવારે આ અવસ્થામાં મને મળવા આવજો, ત્યારે હું તમને તમારા પ્રશ્નોનો જવાબ આપીશ.

તે વ્યક્તિએ સ્વામીજીની વાત માની લીધી અને કમર ઉપર એક પત્થર બાંધી લીધો. તે પછી થોડા જ કલાકોમાં તે ફરીથી સ્વામીજી પાસે આવી ગયો અને કહ્યું, સ્વામીજી તમે એક સવાલના બદલામાં મને આટલી મોટી સજા કેમ આપી?

સ્વામીજીએ કહ્યું, તમે આ પત્થરનો ભાર થોડા કલાકો પણ સહન કરી શક્યા નહીં. જ્યારે માતા બાળકને નવ મહિના પોતાના ગર્ભમાં રાખે છે અને થાક્યા વિના જ બધું કામ કરે છે. સંસારમાં માતાથી વધારે સહનશીલ કોઇ જ નથી. એટલે માતાને મહાન માનવામાં આવે છે.