ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતના રાષ્ટ્રપતિ બની ગયા હતા અને સરકારી પ્રવાસ દરમિયાન બિહારમાં હતાં. આ સમયગાળામાં તેમને થયું કે તેમના બૂટ જૂના થઈ ગયા છે, પગમાં તકલીફ થઇ રહી છે. આ કારણે સતત તેમનું ધ્યાન બૂટ તરફ જ જઈ રહ્યું હતું.
ડો.પ્રસાદે તેમના સચિવને બોલાવ્યા અને કહ્યું, અમારા માટે નવા બૂટની વ્યવસ્થા કરો.
સચિવ રાષ્ટ્રપતિજી માટે બૂટ લેવા ગયાં. સચિવે ખૂબ જ મુલાયમ અને મોંઘા બૂટ ખરીદ્યા. સચિવ વિચારી રહ્યા હતા કે આ મુલાયમ બૂટ પહેરીને રાષ્ટ્રપતિ પ્રસન્ન થશે અને દેશના રાષ્ટ્રપતિ છે તો કિંમત પણ પૂછશે નહીં.
જ્યારે સચિવ ડો. પ્રસાદ પાસે બૂટ લઇને પહોંચ્યા ત્યારે મામલો ઊંઘો થઈ ગયો. ડો. પ્રસાદે મુલાયમ બૂટ જોયા ત્યારે તેમણે કહ્યું, તમે જાણો છો કે હું હંમેશાં કડટ બૂટ પહેરું છું. જેથી મને એવો આભાસ થાય કે મારે મારું આચરણ સારું રાખવાનું છે. બીજી વાત એ છે કે તેની કિંમત મારી હેસિયતથી વધારે છે. આ બૂટ એક રાષ્ટ્રપતિ નહીં, રાજેન્દ્ર પ્રસાદ પહેરી રહ્યા છે. મારે હેસિયત હું જાણું છું, આટલાં મોંઘા બૂટ કેમ લઇને આવ્યાં? જાવ તેમને પાછા આપી દો.
સચિવ આ વાત સાંભળીને જવા લાગ્યા ત્યારે અચાનક ડો. પ્રસાદે ફરીથી તેમને અવાજ કર્યો, શું તમે અત્યારે જ જઇ રહ્યા છો?
સચિવે કહ્યું, જી, હું અત્યારે જ જઇ રહ્યો છું.
ડો. પ્રસાદે કહ્યું, તો પછી અત્યારે રોકાઇ જાવ. તમે ફરીથી સરકારી ગાડીમાં જશ. તેટલો જ પેટ્રોલનો ખર્ચ થશે. જ્યારે આપણે આપણો પ્રવાસ પૂર્ણ કરી લઇશું, ત્યારે ત્યાંથી જ પસાર થઈશું અને આ બૂટ બદલાવી દઇશું.
તે દિવસે અધિકારીને આ વાત સમજાઇ ગઇ કે એક મોટો વ્યક્તિ જ્યારે સરકારી ખજાના માટે આટલો સાવધાન થઇ જશે ત્યારે તે દિવસ રાષ્ટ્રનું ભવિષ્ય સુરક્ષિત થઇ જશે.
બોધપાઠ- આપણે પણ આપણાં અગંત અને ઘર-પરિવારના ખર્ચમાં કંજૂસી કરવી જોઈએ નહીં, પરંતુ કરકસર રાખવી જોઈએ. જે પણ ખર્ચ કરો, તે માગ પ્રમાણે નહીં, પરંતુ જરૂરિયાત પ્રમાણે કરવો જોઈએ. આ વાતનું ધ્યાન રાખશો તો ભવિષ્યમાં રૂપિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.