વ્રત-ઉપવાસ:8 ઓગસ્ટે શ્રાવણ સોમવાર અને એકાદશીનો યોગ, શિવજી સાથે જ ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 8 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાના સુદ પક્ષની એકાદશી છે, જેને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. શિવજીના ભક્તો માટે શ્રાવણ મહિનાનું મહત્ત્વ ખૂબ જ ખાસ છે. ખાસ કરીને આ મહિનાના સોમવારે શિવજીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. એકાદશી અને સોમવારના યોગમાં શિવજી સાથે જ વિષ્ણુજીની પૂજા અને મંત્રનો જાપ ચોક્કસ કરવો જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી ભક્તોને સંતાનને લગતી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. આ વ્રતના પુણ્યથી સંતાનના જીવનમાં વિઘ્નો દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુના મંત્ર ૐ નમો ભગવતે વાસુયદેવાયનો જાપ કરીને પૂજન કરવું જોઈએ.

વિષ્ણુ પૂજા આ રીતે કરી શકાય છે
ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. અભિષેક માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરવો વધારે શુભ રહે છે. દૂધથી અભિષેક કર્યા પછી જળથી અભિષેક કરવો જોઈએ. ભગવાનને નવા વસ્ત્ર અર્પણ કરો. ફૂલથી ભગવાનનો સુંદર શ્રૃંગાર કરો. ભગવાનને પૂજન સામગ્રી ચઢાવો. મીઠાઈનો ભોગ તુલસીના પાન સાથે ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. મંત્ર જાપ કરો.

સોમવારે ભગવાન શિવને બીલીપત્ર સાથે સમડાના પાન પણ ચઢાવવા જોઈએ
સોમવારે ભગવાન શિવને બીલીપત્ર સાથે સમડાના પાન પણ ચઢાવવા જોઈએ

શિવપૂજામાં બીલીપત્ર સાથે સમડાના પાન ચઢાવો
શિવ પૂજામાં મોટાભાગે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેની સાથે જ સમડાના પાન પણ ભગવાનને ચઢાવવા જોઈએ. સમડાના પાન શિવજી, ગણેશજી અને શનિદેવને ચઢાવવામાં આવે છે. સાથે જ આંકડાના ફૂલ, ગુલાબ, ધતૂરો, જનોઈ, ચોખા વગેરે ચઢાવો. ચંદનનું તિલક લગાવો. શિવલિંગને ફૂલોથી સજાવો. મીઠાઈ અને સિઝનલ ફળનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

એકાદશી વ્રત સાથે જોડાયેલી માન્યતા
સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં આખા વર્ષની બધી એકાદશીઓનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને એકાદશી વ્રત અને તેનાથી મળતા લાભની જાણકારી આપી હતી. આ વ્રત ખાસ કરીને ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. માન્યતા છે કે જે લોકો બધી એકાદશીમાં આ વ્રત કરે છે, તેમને સ્વાસ્થ્ય લાભ સાથે જ ધર્મ લાભ પણ મળે છે. આયુર્વેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વ્રત કરવાથી આપણને અનાજનો ત્યાગ કરીએ છીએ અને ફળનું સેવન કરીએ છીએ. જેથી આપણાં પાચનતંત્રને આરામ મળે છે અને પેટને લગતી અનેક બીમારીઓ અટકે છે.

અન્ય સમાચારો પણ છે...