• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mokshada Ekadashi Vrat 25 December 2020 Time Muhurat | Margshirsha Shukla Paksha Moksha Ekadashi Importance, Fasting, And All You Need To Know

વર્ષની છેલ્લી અગિયારસ:25મીએ મોક્ષ આપનારી મોક્ષદા અગિયારસ છે, તુલસી અને ગંગાજળથી ભગવાન વિષ્ણુની પૂજા કરો

2 વર્ષ પહેલા

25 ડિસેમ્બરે મોક્ષદા અગિયારસ છે, આ વર્ષ 2020ની છેલ્લી અગિયારસ છે. એકાદશી તિથિ 24 ડિસેમ્બરે રાતે 11:17થી શરુ થઇને 25 ડિસેમ્બરે આખો દિવસ અને રાતે 1:54 વાગ્યા સુધી રહેશે. એકાદશી વ્રત પૂજા શુક્રવારે જ થશે. માન્યતા એવી છે કે આ દિવસે વિધિથી પૂજા કરવાને લીધે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, આ વ્રત મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. તેનું પુણ્ય જે ઉપવાસ કરે છે તે અને તેના પિતૃને પણ મળે છે.

તુલસી અને ગંગાજળથી પૂજા કરો
કાશીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર પંડિત ગણેશ મિશ્રએ જણાવ્યું કે, અગિયારસે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી, ગંગાજળ, ચોખા, પુષ્પ, ચંદન અને દીવો-ધૂપથી કરવી જોઈએ. આ સાથે પુરુષસૂક્ત, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુસહસ્ત્રનામના પાઠ કરવાથી પણ દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે.

આ દિવસે ઉપવાસ કરનારા લોકોએ સવારે જલ્દી ઊઠીને સ્નાન કરવું જોઈએ. એ પછી પૂજા સ્થળની સફાઈ કરવી. ઘર કે મંદિરને ગંગાજળથી પવિત્ર કરીને ભગવાનને પણ ગંગાજળથી સ્નાન કરવાવું જોઈએ. ભગવાન વિષ્ણુને ચંદન, ચોખા અને અન્ય પૂજા સામગ્રી અપર્ણ કરવી. તુલસીના પાન ચોક્કસ ચઢાવવા.

આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ આપ્યો હતો
25 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી પણ છે. દ્વાપર યુગમાં માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એટલે આ તિથિએ ગીતા જયંતી ઊજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનનો મોહ દૂર કરવા માટે ઉપદેશ આપ્યો અને કર્મોનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેના પાઠ કરવાથી ભગવાન વિષ્ણુના દર્શનનું પુણ્ય મળે છે.