• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mohini Ekadashi Is Also A Tradition Of Worshiping Tulsi And Peepal Along With Lord Vishnu On This Day, It Gives Full Results Of The Fast

મોહિની એકાદશી:આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે તુલસી અને પીપળાની પણ પૂજા કરવાની પરંપરા છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એકાદશીએ સવારે પીપળાને જળ ચઢાવવું જોઈએ અને તુલસી પૂજા માટે સવારે અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ

શનિવાર, 22 મે એટલે આજે લગભગ આખો દિવસ વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને મોહિની એેકાદશી પણ કહેવામાં આવે છે. આજે એકાદશી તિથિ સવારે લગભગ 9.20 વાગે શરૂ થશે જે બીજા દિવસે એટલે 23 મેના રોજ લગભગ 6.40 સુધી રહેશે. આ પ્રકારે શનિવારે લગભગ આખો દિવસ એકાદશી તિથિ હોવાથી થોડા લોકો આ દિવસે વ્રત અને પૂજા કરશે. ત્યાં જ, થોડા લોકો સૂર્યોદય સાથે શરૂ થયેલી એકાદશી એટલે રવિવારે આ વ્રત કરશે. આ તિથિએ ભગવાન વિષ્ણુ સાથે પીપળા અને તુલસીના છોડની પૂજા કરવાની પરંપરા છે. આવું કરવાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ મળી શકે છે. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ત્યાં જ, તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે.

મોહિની એકાદશીએ ભગવાન વિષ્ણુના અવતારોની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. આ વ્રતમાં પીપળાની પૂજા સવારે જલ્દી કરવાનું વિધાન છે. સાથે જ સવારે અને સાંજે બંને સમયે તુલસીની પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે.

આ દિવસે સવારે જલ્દી જાગીને પાણીમાં ગંગાજળ, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને ચઢાવવું જોઈએ.
આ દિવસે સવારે જલ્દી જાગીને પાણીમાં ગંગાજળ, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને ચઢાવવું જોઈએ.

પીપળાની પૂજાઃ વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીએ પીપળાની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે સવારે જલ્દી જાગીને પાણીમાં ગંગાજળ, કાચુ દૂધ અને તલ મિક્સ કરીને પીપળાને ચઢાવવું જોઈએ. આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે અને પિતૃ પણ તૃપ્ત થાય છે.

એકાદશીના દિવસે સવારે અને સાંજે બંને સમયે તુલસીની પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે
એકાદશીના દિવસે સવારે અને સાંજે બંને સમયે તુલસીની પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે

તુલસી પૂજાઃ દૂધ અને પાણીથી ભગવાન શાલિગ્રામનો અભિષેક કરવો અને પૂજા સામગ્રી ચઢાવવી. અભિષેક કરવામા આવેલું જળ થોડું પીવું અને બાકી રહેવું તુલસીમા ચઢાવી દેવું. તે પછી ચંદન, કંકુ, ચોખા, ફૂલ અને અન્ય પૂજન સામગ્રીઓ સાથે તુલસી માતાની પૂજા કરવી જોઈએ.

જેટલું પુણ્ય દરેક પ્રકારના દાન અને અનેક તીર્થના દર્શન કરવાથી મળે છે, તેને બરાબર પુણ્ય વૈશાખ મહિનાની આ એકાદશીએ જળદાન કરવાથી મળે છે
જેટલું પુણ્ય દરેક પ્રકારના દાન અને અનેક તીર્થના દર્શન કરવાથી મળે છે, તેને બરાબર પુણ્ય વૈશાખ મહિનાની આ એકાદશીએ જળદાન કરવાથી મળે છે

જળદાન કરવાથી અનેક યજ્ઞ અને તીર્થનું ફળ મળી શકે છેઃ-
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ એકાદશીએ દાન કરવાથી ગરીબીથી મુક્તિ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જેટલું પુણ્ય દરેક પ્રકારના દાન અને અનેક તીર્થના દર્શન કરવાથી મળે છે, તેને બરાબર પુણ્ય વૈશાખ મહિનાની આ એકાદશીએ જળદાન કરવાથી મળે છે. એટલે આ દિવસે તુલસી અને પીપળાને જળ ચઢાવવું જોઈએ. સાથે જ, પાણી પીવડાવીને લોકોની સેવા કરવી જોઈએ.