• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mohini Ekadashi Fast Will Be Observed On May 22 And 23, Due To The Special Festival Of Panchang Distinction For The Month Of Vaishakh.

વૈશાખ મહિનાનો ખાસ પર્વ:પંચાંગ ભેદ હોવાના કારણે 22 અને 23 મેના રોજ મોહિની એકાદશી વ્રત કરવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુની લીલા ઉલ્લેખવામાં આવી છે, એકાદશીથી પૂનમ સુધી દરેક દિવસ ખાસ રહેશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની અગિયારમી તિથિએ મોહિની એકાદશી વ્રત કરવામા આવે છે. આ વર્ષે પંચાંગ ભેદ હોવાના કારણે થોડી જગ્યાઓએ 22 અને થોડી જગ્યાએ 23 મેના રોજ આ વ્રત કરવામાં આવે છે. મોહિની એકાદશીના દિવસે વ્રત અને દાન સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે.

22મીએ એકાદશી તિથિ શરૂ થઈ જશેઃ-
22 મેના રોજ એકાદશી તિથિ સવારે લગભગ 9.20 વાગે શરૂ થશે જે બીજા દિવસે એટલે 23 મેના રોજ લગભગ 6.40 સુધી રહેશે. આ પ્રકારે શનિવારે લગભગ આખો દિવસ એકાદશી તિથિ હોવાથી થોડા લોકો આ દિવસે વ્રત અને પૂજા કરશે. ત્યાં જ, થોડા લોકો સૂર્યોદય સાથે શરૂ થયેલી એકાદશી એટલે રવિવારે આ વ્રત કરશે.

મોહિની એકાદશીના દિવસે વ્રત અને દાન સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
મોહિની એકાદશીના દિવસે વ્રત અને દાન સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે

મોહિની એકાદશી શા માટે કહેવામાં આવે છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા જણાવે છે કે, સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન વખતે અમૃત પ્રકટ થયું હતું. તેના બીજા દિવસે એટલે કે, બારસના દિવસે ભગવાન વિષ્ણુએ અમૃતની રક્ષા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. તેરસ તિથિએ ભગવાન વિષ્ણુએ દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું. ત્યાર બાદ ચૌદશ તિથિએ દેવ વિરોધી દાનવોનો સંહાર કરવામાં આવ્યો અને પૂનમના દિવસે બધા જ દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થયું હતું.

અનાજ અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છેઃ-
વૈશાખ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે અને એકાદશી તિથિ પણ વિષ્ણુજીને સમર્પિત હોવાથી આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. આ તિથિએ વ્રત અને પૂજા સાથે અનાજ અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળી શકે છે. આવું કરવાથી આખા વર્ષની બધી જ એકાદશી તિથિઓના વ્રતનું પણ પુણ્ય મળી શકે છે.