• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mithun Sankranti 2021 Surya Ka Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Gemini Impact On Zodiac Signs | Mithun Sankranti History, Significance Its Importance

15 જૂને મિથુન સંક્રાંતિ:આ પર્વમાં સ્નાન-દાન અને શ્રાદ્ધ કરવાથી અખૂટ પુણ્ય ફળ મળે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિથુન સંક્રાંતિનું ફળઃ રોગના સંક્રમણથી લોકો પરેશાન થઈ શકે છે, ભય અને ચિંતા પણ વધશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે 15 જૂન, મંગળવારે સૂર્યોદય પછી લગભગ 6.17 વાગે સૂર્ય વૃષભ રાશિથી મિથુન રાશિમાં જતો રહેશે. એટલે આ દિવસે મિથુન સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ મહિનામાં જ વર્ષા ઋતુ પણ આવી જાય છે. મિથુન સંક્રાંતિ જેઠ અને અષાઢ મહિનામાં આવે છે. આ મહિનાઓમાં ભગવાન સૂર્યની વિશેષ પૂજાની પરંપરા છે. એટલે આ સંક્રાંતિ પર્વ વધારે ખાસ બને છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે જ્યોતિષ અને ધર્મગ્રંથોમાં સૂર્યના રાશિ બદલવાને સંક્રાતિ કહેવામાં આવે છે. પુરાણોમાં આ દિવસને પર્વ કહેવામાં આવે છે. સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે રાશિની સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય એક વર્ષમાં 12 રાશિઓ બદલે છે એટલે વર્ષભરમાં આ પર્વ 12 વખત ઊજવવામાં આવે છે. જેમાં સૂર્ય વિવિધ રાશિ અને નક્ષત્રોમાં રહે છે. સંક્રાંતિ પર્વમા દાન-દક્ષિણા અને પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ હોય છે.

સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા જોઈએ. પૂજા સામગ્રીમા લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ
સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા જોઈએ. પૂજા સામગ્રીમા લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ

સૂર્ય પૂજા અને દાનનું મહત્ત્વઃ-
સ્કંદ અને સૂર્ય પુરાણમાં જેઠ મહિનામાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ હિંદુ મહિનામાં મિથુન સંક્રાંતિએ સવારે જલ્દી જાગીને ભગવાન સૂર્યને જળ ચઢાવવામાં આવે છે. સાથે જ નિરોગી રહેવા માટે વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. સૂર્ય પૂજા સમયે લાલ કપડા પહેરવા જોઈએ. પૂજા સામગ્રીમા લાલ ચંદન, લાલ ફૂલ અને તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. પૂજા પછી મિથુન સંક્રાંતિએ દાનનો સંકલ્પ લેવો જોઈએ. આ દિવસે ખાસ કરીને કપડા, અનાજ અને જળનું દન કરવામાં આવે છે.

પૂજા અને દાન માટે પુણ્યકાળઃ-
15 જૂનના રોજ સૂર્યોદય પછી જ લગભગ 6.17 વાગે સૂર્યનું રાશિ પરિવર્તન થશે. આ કારણે સૂર્ય પૂજા અને દાન કરવા માટે પુણ્યકાળ સવારે 6.17 થી બપોર 1.45 સુધી રહેશે. આ મુહૂર્તમાં કરવામાં આવતી પૂજા અને દાનથી ખૂબ જ પુણ્ય મળે છે. આ દરમિયાન કરવામાં આવેલ શ્રાદ્ધથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.

મિથુન સંક્રાંતિનું વાહન સિંહ છે. આ કારણે લોકોમાં ભય અને ચિંતા વધશે. જેના પ્રભાવથી વસ્તુઓની કિંમત સામાન્ય થઈ જશે
મિથુન સંક્રાંતિનું વાહન સિંહ છે. આ કારણે લોકોમાં ભય અને ચિંતા વધશે. જેના પ્રભાવથી વસ્તુઓની કિંમત સામાન્ય થઈ જશે

સંક્રાંતિ ફળઃ સંક્રમણ વધી શકે છેઃ-
જ્યોતિષ ગ્રંથોમાં તિથિ, વાર અને નક્ષત્રો પ્રમાણે દર મહિને આવતી સૂર્ય સંક્રાંતિનું શુભ-અશુભ ફળ જણાવવામાં આવ્યું છે. આ વખતે મિથુન સંક્રાંતિનું વાહન સિંહ છે. આ કારણે લોકોમાં ભય અને ચિંતા વધશે. જેના પ્રભાવથી વસ્તુઓની કિંમત સામાન્ય થઈ જશે. સાથે જ તેના અશુભ પ્રભાવથી લોકો ઉધરસ અને સંક્રમણથી પરેશાન રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે થોડા દેશોની વચ્ચે તણાવ અને સંઘર્ષ વધી શકે છે. દેશમાં કોઈ જગ્યાએ વધારે તો કોઇ જગ્યાએ ઓછો વરસાદ થશે. અપરાધો અને ખરાબ કાર્યોને પ્રોત્સાહન મળશે. ક્રૂર, પાપી અને ભ્રષ્ટ લોકો માટે આ સંક્રાંતિ સારી છે.