રાશિ પરિવર્તન:બુધના રાશિ પરિવર્તનથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે પરંતુ લોકોમાં અસંતોષ પણ વધશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધની ચાલમાં ફેરફાર થવાથી મેષ, કર્ક, સિંહ અને મકર રાશિના લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે

25, જુલાઈએ બુધ ગ્રહ કર્ક રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં સૂર્ય પહેલાથી જ છે. જેથી હવે બુધ અને સૂર્યથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. તે એક રાજયોગ છે. આ શુભ સંયોગના પ્રભાવથી દેશમાં રાજકીય, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે. સાથે આ ગ્રહની અસરથી મેષ, કર્ક, સિંહ અને મકર રાશિના લોકોની મુશ્કેલી વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે. 8 ઓગસ્ટના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહમાં આવી જશે.

​​​​​​​અર્થવ્યવસ્થામાં સુધારો લાવશે યોગ પરંતુ લોકોમાં અસંતોષ
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રના અનુસાર, બુધના રાશિ પરિવર્તનથી દેશમાં નવી આર્થિક યોજનાઓ બનશે. જેનાથી અર્થવ્યવસ્થામાં સુધારો થવાની સંભાવના છે. લેવડ-દેવડ અને રોકાણ વધશે. તેમજ ઘણા લોકોની આર્થિક સ્થિતિમાં પણ ઉતાર-ચઢાવ થઈ શકે છે. મજૂર અને દલિત વર્ગમાં અસંતોષ વધશે. દેશમાં કેટલીક જગ્યાઓ પર હિંસક આંદોલન અથવા પ્રદર્શન થવાના પણ યોગ બની રહ્યા છે.

લોકોમાં બીમારીઓનો ડર રહેશે. સત્તા માટે વિપક્ષનો સંઘર્ષ વધશે અને સરકાર માટે તણાવની સ્થિતિ પણ રહેશે. બુધથી એક રાશિ આગળ મંગળ રહેશે. તેના કારણે મોસમી સમસ્યા રહેશે. ખેડૂતોની ચિંતા વધી શકે છે. મોસમમાં અચાનક અને ઝડપથી ફેરફાર થઈ શકે છે. શેર માર્કેટ અને કિંમતી ધાતુઓના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે.

5 રાશિ માટે શુભ
8 ઓગસ્ટ સુધી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સારો સમય છે. પરંતુ મેષ, કર્ક, સિંહ અને મકર રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. તેમજ વૃષભ, વૃશ્ચિક, અને મીન રાશિના લોકો પર બુધ ગ્રહની મિશ્ર અસર થશે. બુધ ગ્રહના શુભ પ્રભાવથી ઘણા લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. કેટલાક લોકો નવા અને મોટું રોકાણ કરવાની મોટી યોજનાઓ બનાવશે. તેમજ અશુભ અસરથી કેટલાક લોકોને આર્થિક નુકસાન થવાની આશંકા છે.

શુભઃ મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિ
કર્ક રાશિમાં બુધ આવી જવાથી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટવાયેલા પૈસા મળવાનો યોગ બની રહ્યો છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. તે સિવાય આ રાશિના લોકો મોટા કામકાજની યોજનાઓ બનાવશે. આ લોકોની તર્ક શક્તિ વધશે.

અશુભઃ મેષ, કર્ક, સિંહ અને મકર રાશિ
કર્ક રાશિમાં બુધના પ્રવેશથી મેષ, કર્ક, સિંહ અને મકર રાશિના લોકોએ સાવચેત રહેવું પડશે. આ 4 રાશિના લોકોની આર્થિક સ્થિતિ કમજોર થઈ શકે છે. સેવિંગ પૂરું થવાથી અને રોકાણમાં નુકસાન થવાની આશંકા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મત સાથ નહીં આપે. નસ સાથે સંબંધિત બીમારી થઈ શકે છે. નોકરી કરતા લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે.

સામાન્યઃ વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિ
બુધના રાશિ પરિવર્તનથી વૃષભ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 3 રાશિના લોકોના વિચારેલા કામ પૂરા થઈ શકે છે. કામકાજને લઈને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કામોમાં મહેનત પણ વધારે કરવી પડશે. તે ઉપરાંત, લેવડ-દેવડ અને રોકાણ પણ સમજી વિચારીને કરવું. સ્વાસ્થ્યની બાબતમાં આ રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે.